Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

પાંચમી નવેમ્બરે વિરાટ કોહલીનો બર્થ- ડેઃ પ્રીમિયર થશે સુપર v નો

રાજકોટઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટનની કેરેકટરિસ્ટકિ પર તૈયાર થયેલું આ સુપરપાવર- કેરેકટર જગતને બચાવવા વિલન સાથે લડશે. જેની લડતના સિદ્ધાંતો ક્રિકેટ પર આધારિત હશે.

પાંચમી નવેમ્બરે વિરાટ કોહલીનો બર્થ-ડે છે અને એ દિવસે વિરાટ કોહલીના કેરકટર પર આધારિત સ્ટાર નેટવર્ક દ્વારા ડેવલપ કરવામાં આવેલી સુપરહીરો સિરીઝ ''સુપર V''નો પ્રીમીયર કરવામાં આવશે. 'સુપર V'ની કેરેટરિસ્ટકિ ડિટ્ટો વિરાટ કોહલી જેવી બનાવવામાં આવી છે. તે સ્વભાવનો શાંત છે, પણ જયારે તેની કમાન છટકે ત્યારે કોઈની સાડાબારી નથી રાખતો. ૧૫વર્ષની તેની ઉંમર છે અને તે રિયલ વિરાટ જેટલો જ જબરદસ્ત મસ્તીખોર છે.

(1:09 pm IST)