Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ઇંગ્લેન્ડના પ્રવાસમાં ગયેલી ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમને બોંબથી ઉડાવી દેવાની ધમકી

ધમકી ભર્યો ઇમેલ મળતા ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે સુરક્ષા વધારી દીધી

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમને બોમ્બની ધમકી મળી છે.  ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ પુષ્ટિ કરી કે તેમને ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ સંબંધિત ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે.

 ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ૩ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે અને આજે ત્રીજી વનડે લેસ્ટર ખાતે રમાવાની છે. ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમ હવે લિસેસ્ટર પહોંચી ગઈ છે અને સાવચેતીના ભાગરૂપે તેમની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.  

(2:54 pm IST)