Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

આફ્રિકામાં માર્ગ અકસ્માતમાં 6 ફૂટબોલરોએ ગુમાવ્યા જીવ: 30 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: આફ્રિકન દેશ ઘાનાના દક્ષિણ ડિસ્ટર્બન્ટ ઝોનમાં માર્ગ અકસ્માતમાં 6 કિશોર ફૂટબોલ ખેલાડીઓ માર્યા ગયા અને 30  ઘાયલ થયા. સ્થાનિક પોલીસે રવિવારે આ માહિતી આપી હતી. પોલીસ મોટર ટ્રાફિક અને પરિવહન વિભાગના કમાન્ડર એડમંડ ન્યામેકે મીડિયાને જણાવ્યું કે ગંભીર રીતે ઘવાયેલા ચાર લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. ન્યામેકે કહ્યું કે આ દુર્ઘટના ત્યારે બની જ્યારે 12-15 વર્ષની ઉમરના ફૂટબોલ ખેલાડીઓ અશાંતિ ક્ષેત્રમાં આફ્રિકાથી પરત ફરી રહ્યા હતા. અકસ્માતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(5:35 pm IST)
  • રાજયની તમામ રજીસ્‍ટર્ડ ગૌ-શાળા અને પાંજરાપોળને રૂા.૧૦૦ કરોડની સહાયઃ ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા access_time 4:36 pm IST

  • રાત્રે 11 વાગ્યે ભારે પવન સાથે અનરાધાર વરસાદ તૂટી પડ્યો : વીજળીના કડાકા ભડાકા :રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં : રાત્રે અચાનક વાતાવરણમા પલટો access_time 11:16 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે સતત ચોથા દિવસે નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધી : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 73,368 પોઝીટીવ કેસ સામે 99,924 દર્દીઓ સ્વસ્થ થયા : એક્ટિવ કેસ 10 લાખની નીચે સરક્યા:દેશમાં કોરોનાના કુલ કેસનો આંક 55,58 980 થયો: એક્ટીવ કેસ,9,76,654 થયા : 44,92,,574 લોકોએ કોરોનાને મ્હાત આપી :વધુ 1046 લોકોના મોત સાથે મૃત્યુઆંક 88,955 થયો access_time 1:05 am IST