Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

જોન્ટી રોડ્સે ઈસુઝુની સવારી કરી

અમદાવાદઃ લાઈફસ્ટાઈલ અને એડવેન્ચર પીક અપ માટે ઈસુઝુ ડી- મેકસ વી- ક્રોસની મેન્યુફેકચરર ઈસુઝુ મોટર ઈન્ડિયાએ પૂર્વ સાઉથ આફ્રિકન ક્રિકેટર જોન્ટી રોડ્સ સાથે બ્રાન્ડ અને વી ક્રોસને ભારતમાં પ્રમોટ કરવા કરાર કર્યા છે. આ ઘોષણા એવા સમયે થઈ જયારે ઈસુઝુ ખુદને ભારતીય પિક- અપ અને યુટિલિટિ વ્હીકલ માર્કેટમાં મહત્વપૂર્ણ ખેલાડી તરીકે સ્થાપિત કરી રહી છે. ઈસુઝુની 'નેવર સ્ટોપ' ફિલોસોફી અને જોન્ટીની ક્રિકેટની દુનિયામાં 'ગેમ ચેન્જર' તરીકેની ઉત્કૃષ્ટતા અને વ્યૂહનીતિના વિશિષ્ટ સંયોજનથી આ જોડાણ થયું છે. ઈસુઝુએ તેની નવી કમર્શિયલ રજૂ કરી છે જેમાં જોન્ટી રોડસ સામેલ છે અને તેણએ મુંબઈ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં 'બી ધ ગેમ ચેન્જર'નો મેસેજ આપ્યો હતો. જોન્ટીએ ભારતમાં ઈસુઝુ સાથેના જોડાણને ધ્યાનમાં રાખીને વી-ક્રોસ ડ્રાઈવ કરી હતી. તેમ ઈસુઝુ ઈન્ડિયાના ડેપ્યુટી મેનેજિંગ ડિરેકટર કેન તાકાશિમાએ કહ્યું હતું.

(3:14 pm IST)