Gujarati News

Gujarati News

તા. ૨૧ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ સુદ - ૧૧ મંગળવાર

શિકાગો નજીક હોફમેન એસ્‍ટેટમાં આવેલ જલારામ મંદિરમાં ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીયુત અટલબિહારી વાજપેયીને શ્રધ્‍ધાંજલી અર્પણ કરવાનો એક કાર્યક્રમ ઓવરસીસ ફ્રેન્‍ડસ ઓફ બીજેપીના ઉપક્રમે ઓગષ્‍ટ માસની ૨૨મી તારીખને બુધવારે સાંજના સાડા છ વાગ્‍યાથી આઠ વાગ્‍યા દરમ્‍યાન યોજવામાં આવેલ છે આ પ્રસંગે ડો.ભરતભાઇ બારાઇ, અમર ઉપાધ્‍યાય, યુવા પાંખના નેતા નિરવ પટેલ, ફ્રેન્‍ડસ ઓફ ઓવરસીસ બીજેપી શિકાગો ચેપ્‍ટરના પ્રમુખ આચાર્ય રોહિતભાઇ જોશી, તેમજ અનેક મહાનુભાવો શ્રી અટલજીને શ્રધ્‍ધાંજલી અર્પણ કરશેઃ શિકાગોની સિનીયર સંસ્‍થા તેમજ અન્‍ય ભારતીય સંગઠનના નેતાઓ પણ મોટી સંખ્‍યામાં હાજરી આપશે: access_time 10:00 pm IST

જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોના જૈન જિનાલયમાં આઠ દિવસો દરમ્‍યાન મહાપર્યુષણ પર્વની થનારી આરાધનાઃ સપ્‍ટેમ્‍બર માસની છઠ્ઠી તારીખથી આ પર્વની આરાધના શરૂ થશે અને ૧૩મી સપ્‍ટેમ્‍બરના રોજ પૂર્ણાહૂતિ થશેઃ જયારે સપ્‍ટેમ્‍બર માસની ૧૪મી તારીખને શુક્રવારે વહેલી સવારે જૈન સેન્‍ટરમાં તપસ્‍વીઓના સામુહિક પારણાં થશેઃ સપ્‍ટેમ્‍બર માસની ૧૩મી તારીખને ગુરૂવારે સામુહિક સંવત્‍સરી પ્રતિક્રમણ યોજવામાં આવશેઃ પર્યુષણ પર્વની આરાધનાના દિવસો જેમજેમ નજીક આવતા જાય છે તેમ તેમ સંઘના સભ્‍યોમાં અનેરા ઉત્‍સાહની લાગણીઓ પ્રસરી રહેલ છેઃ પર્યુષણ દરમ્‍યાન ભદ્રબાહુજી તથા સંગીતકાર અનીલ ગેમાવત ભારતથી શિકાગો પધારશે: access_time 10:04 pm IST

ગેરકાયદેસર રીતે વસવાટ કરતા સંતાનો અંગે ડાકાનો જે પ્રોગ્રામ કાર્યવંત હતો તેને તાત્‍કાલીક અસરથી રદ કરવા માટે ટેક્ષાસ રાજયના સત્તાવાળાઓએ નામદાર ન્‍યાયાધીશની અદાલતના દ્વારા ખખડાવતા ઓગષ્‍ટ માસની ૮મી તારીખના રોજ તે કેસની સુનાવણી હાથ ધરવામાં આવીઃ અને બંન્‍ને પક્ષોએ પોતાની દલીલો રજુ કરીઃ વોશીંગટનના નામદાર ન્‍યાયાધીશ સાહેબે આ ડાકાનો પ્રોગ્રામનો અમલ ચાલુ રાખવાનો કરેલો હુકમઃ કાયદાની આટાપાટાની રમતમાં આ પ્રોગ્રામનું ભાવી અંધકારમય હોય તેવો અહેસાસ સૌ લોકો અનુભવી રહ્યા છેઃ ચુંટાયેલા સર્વોચ્‍ચ નેતાઓને આ અંગે કયારે સાચુ જ્ઞાન થશે તેની સમગ્ર જગ્‍યાએ ચર્ચાઓ ચાલી રહેલ છે: access_time 10:05 pm IST

તા. ૨૦ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ સુદ - ૧૦ સોમવાર
તા. ૧૯ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ સુદ - ૯ રવિવાર
તા. ૧૮ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ સુદ - ૮ શનિવાર

અમેરિકામાં ‘‘ FIA ન્‍યુયોર્ક-ન્‍યુજર્સી-કનેકટીકટ''ના ઉપક્રમે ૧૯ ઓગ. ર૦૧૮ ના રોજ ભારતનો ૭ર મો સ્‍વાતંત્ર્ય દિન ઉજવાશેઃ સતત ૩૮ માં વર્ષે વિશ્વની સૌથી મોટી તથા જાજરમાન ગણાતી ‘‘ઇન્‍ડિયા ડે પરેડ'' નીકળશેઃ ગ્રાન્‍ડ માર્શલ તરીકે શ્રી કમલ હસન હાજરી આપશેઃ સર વિવિઅન રિચાર્ડસ, પદમશ્રી પદમભૂષણ શ્રી અનુપમ ખેર, સુશ્રી શ્રુતિ હસન, પદમશ્રી કૈલાસ ખેર, શ્રી ચિન્‍ટુ પટેલ, સુશ્રી શિબાની કશ્‍યપ તથા શ્રી મિકી સિંઘ ગેસ્‍ટ ઓફ ઓનર, ચિફ ગેસ્‍ટ સહિતના હોદા સાથે પરેડની શોભામાં અભિવૃધ્‍ધિ કરશેઃ સાંસ્‍કૃતિક કાર્યક્રમોની રમઝટ તથા ફુડ બુથ્‍સ સાથે મેડીસન એવ.ખાતે યોજાનારી પરેડમાં શામેલ થવા પાઠવાયેલું જાહેર આમંત્રણ: access_time 11:04 am IST

ભારતના લોકલાડીલા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયજીનું અચાનક ઓગષ્ટ માસની ૧૬મી તારીખે ૯૩ વર્ષની વયે નિધન થતા સમગ્ર અમેરીકામાં વસવાટ કરતા તમામ ભારત વાસીઓમાં પ્રસરી રહેલી ઘેરા શોકની લાગણીઓઃ શિકાગોના અગ્રણી સામાજીક કાર્યકર અને વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે પારિવારિક સબંધ રાખનાર ડો.ભરતભાઇ બારાઇ, ઓવરસીઝફ્રેન્ડસ ઓફ બીજેપી શિકાગો ચેપ્ટરના પ્રમુખ આચાર્ય રોહિતભાઇ જોશી, અમર ઉપાધ્યાય, યુવા પાંખના નેતા નિરવ પટેલ, સીનીયર એસોસીએસનના પ્રમુખો (૧)રમણભાઇ પટેલ (૨)હરિભાઇ પટેલ તેમજ (૩)નરસિંહભાઇ પટેલ અને અન્ય ધાર્મિક તેમજ સામાજીક ક્ષેત્રે કાર્ય કરી રહેલી વિવિધ ભારતીય સંસ્થાના સંચાલકોએ અર્પેલી શ્રધ્ધાંજલીઓઃ ઓગષ્ટ માસની ૧૮મી તારીખને શનીવારે ભારતીય સીનીયર સીટીઝન ઓફ શિકાગોના સભ્યો સ્વઃ અટલબિહારી અર્પણ કરશે: access_time 8:50 pm IST

તા. ૧૭ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ સુદ - ૭ શુક્રવાર