Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

વર્લ્ડકપમાં મોટો અપસેટ : શ્રીલંકાએ યજમાન ઈંગ્લેન્ડને 20 રને હરાવ્યું

ઇંગ્લેન્ડને 212 રનમાં ઓલ આઉટ કરી દીધી :મલિંગાએ ચાર અને ધનંજય ડી સિલ્વાએ 3 વિકેટ ઝડપી

 

લીડ્સઃ આઈસીસી વિશ્વકપ-2019ની 27મી મેચમાં મોટો અપસેટ સર્જાયો છે આજે શ્રીલંકાએ યજમાન ઈંગ્લેન્ડને  20 રને પરાજય આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 232 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 47 ઓવરમાં 212 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. શ્રીલંકા તરફથી મલિંગાએ ચાર તથા ધનંજય ડિ સિલ્વાએ 3 વિકેટ ઝડપી હતી.

  વિજય સાથે શ્રીલંકાના 6 મેચોમાં 6 પોઈન્ટ થઈ જયા છે અને તે પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી ગયું છે. તો ઈંગ્લેન્ડની ટીમનો છઠ્ઠી મેચમાં બીજો પરાજય છે. તે 8 પોઈન્ટ સાથે ટેબલમાં ત્રીજા સ્થાને છે.

શ્રીલંકાએ આપેલા સામાન્ય લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગની પ્રથમ ઓવરમાં મલિંગાએ જોની બેયરસ્ટો (0)ને LBW આઉટ કરીને શ્રીલંકાને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ ઈનિંગની સાતમી ઓવરમાં મલિંગાએ જેમ્સ વિન્સે (14)ને આઉટ કરીને ઈંગ્લેન્ડને બીજો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ ટીમનો સ્કોર 73 રન હતો ત્યારે ઈયોન મોર્ગન (21) રન બનાવી ઉડાનાનો શિકાર બન્યો હતો

ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા જો રૂટે ફરી અડધી સદી ફટકારી હતી. વિશ્વકપમાં તેણે પાંચમી વખત 50થી વધુનો સ્કોર બનાવ્યો હતો. તેણે બેન સ્ટોક્સ સાથે ચોથી વિકેટ માટે 54 રનની ભાગીદારી કરી હતી. રૂટ (57)ને મલિંગાએ આઉટ કર્યો હતો. તેણે 89 બોલનો સામનો કરતા 3 ચોગ્ગા ફટકાર્યા હતા. બેન સ્ટોક્સે વિશ્વકપમાં પોતાની બીજી અડધી સદી ફટકારી હતી. બેન સ્ટોક્સ 89 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 82 રન ફટકારી અણનમ રહ્યો હતો. જોસ બટલર 16 રન બનાવી મલિંગાનો શિકાર બન્યો હતો. મોઇન અલી (16), ક્રિસ વોક્સ (2), આદિલ રાશિદ (1)ને ધનંજયા ડિ સિલ્વાએ આઉટ કર્યાં હતા. જોફ્રા આર્ચર (3)ને ઉડાનાએ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો

શ્રીલંકાના અનુભવી બોલર લસિથ મલિંગાએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે ઈંગ્લેન્ડના ચાર બેટ્સમેનોને આઉટ કર્યા હતા. સાથે મલિંગાએ વિશ્વકપમાં સૌથી ઝડપી 50 વિકેટ પૂરી કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મલિંગાએ 10 ઓવરમાં 1 મેડન સાથે કુલ 43 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.
શ્રીલંકાની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ પર 232 રન બનાવ્યા હતા. તેના માટે પૂર્વ કેપ્ટન એન્જેલો મેથ્યૂસે અણનમ 85 રન બનાવ્યા હતા. અવિષ્કા ફર્નાન્ડોએ 49 અને કુસલ મેન્ડિસે 46 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે જોફ્રા આર્ચર અને માર્ક વુડે 3-3 વિકેટ ઝડપી હતી. આદિલ રાશિદને બે સફળતા મળી હતી.
કુસલ મેન્ડિસ અને મેથ્યૂસે ચોથી વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. મેથ્યૂસે પોતાની ઈનિંગમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. અવિષ્કાએ મેન્ડિસની સાથે ત્રીજી વિકેટ માટે 59 રનની ભાગીદારી કરી હતી. મેથ્યૂસે ધનંજય ડિ સિલ્વાની સાથે છઠ્ઠી વિકેટ માટે 57 રનની ભાગીદારી કરી હતી. ધનંજયે 29 રન બનાવ્યા હતા. કેપ્ટન દિમુથ કરૂણારત્ને એક રન બનાવીને આઉટ થયો હતો.
આર્ચરની વિશ્વકપમાં 15 વિકેટ થઈ ગઈ છે. તે સૌથી વધુ વિકેટ ઝડપવાના મામલામાં ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્કની સાથે સંયુક્ત રૂપથી પ્રથમ સ્થાન પર છે. આર્ચર ઈંગ્લેન્ડ માટે એક વિશ્વકપમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં બીજા સ્થાન પર આવી ગયો છે. તેણે એડ્રયૂ ફ્લિન્ટોફને પાછળ છોડ્યો છે. ફ્લિન્ટોફે 2007મા 14 વિકેટ ઝડપી હતી. મામલામાં ઇયાન બોથમ પ્રથમ સ્થાન પર છે. તેણે 1992મા 16 વિકેટ ઝડપી હતી

(12:40 am IST)
  • ગોધરા માં સસ્તા અનાજના દુકાનદાર પર હુમલો :સર્વર ધીમું ચાલતા કરાયો હુમલો: મલાને સસ્તા અનાજના દુકાનદાર એસો. વાખોડયો:જો સર્વરની સમસ્યા દૂર નહીં થાય અને દુકાનદારોની સુરક્ષા સુનિશ્ચિત નહીંથાય તો બાયોમેટ્રીક સિસ્ટમનું બહિષ્કાર કરવાની ચીમકી અપાઈ access_time 11:05 pm IST

  • ગુજરાતમાં આવી રહી છે નવી ફાયર પોલીસી : સુરત અગ્નિકાંડના પગલે હવે મિલ્કતના માલીકોની જવાબદારી પણ નકકી થશે : બિલ્ડર્સ-ડેવલપર્સની જવાબદારીઓ પણ ફીક્ષ થશે access_time 1:12 pm IST

  • અહેમદ પટેલની આજે ફરીથી લેવાશે જુબાની : ગઇકાલે લાંબી પુછપરછ ચાલેલ : અમદાવાદ ૨૦૧૭ની રાજયસભાની ચૂંટણીનો મામલોઃ ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ બેલાબેન ત્રિવેદીની કોર્ટમાં કેસની સુનાવણી થશેઃ તમામ સાક્ષીઓ પણ હાઇકોર્ટમાં હાજર રહે તેવી શકયતા access_time 3:33 pm IST