Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ઈન્ડિયા સ્ટ્રોંગ ટીમ છે, શિખર ધવનની ગેરહાજરીથી વાંધો નહિં આવે : ગાંગુલી

લંડન : ભારતીય ક્રિકેટ-ટીમના ભૂતપૂર્વ આક્રમક કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે ભારતીય ટીમ આઇસીસી વર્લ્ડ કપમાં આ સમયે સૌથી મજબૂત ટીમ લાગી રહી છે. શિખર ધવનનું ઈજાને કારણે બહાર થવું તેમના માટે ચોંકાવનારું નથી. ધવનને ઓસ્ટ્રેલિયા સામે અંગૂઠામાં ઈજા થઈ હતી.

ગાંગુલીએ કહ્યું, ઇંગ્લેન્ડ સારી ટીમ છે, પરંતુ ભારત શાનદાર ટીમ લાગી રહી છે. ધવન વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ ટીમ ઇન્ડિયાને ઝટકો લાગ્યો છે. મને આ વાતથી આશ્ચર્ય નથી થયું કે તે બહાર થયો છે, કારણ કે મેં ઇંગ્લેન્ડમાં તેને જોયો હતો. તેના અંગૂઠામાં ફ્રેકચર છે. એમાં દ્યણો સમય લાગશે. તેની ગેરહાજરીમાં આપણી ટીમે પાકિસ્તાનને સરળતાથી પરાજય આપ્યો હતો એથી હું કહી શકું કે ભારતીય ટીમ સારા ફોર્મમાં છે. મને આશા છે કે ધવન ઝડપથી ફિટ થઈ જશે.

તેના સ્થાને ભારતીય ક્રિકેટ બોર્ડે યંગ વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને ટીમમાં સામેલ કર્યો છે.

(3:40 pm IST)
  • ગોધરા માં સસ્તા અનાજના દુકાનદાર પર હુમલો :સર્વર ધીમું ચાલતા કરાયો હુમલો: મલાને સસ્તા અનાજના દુકાનદાર એસો. વાખોડયો:જો સર્વરની સમસ્યા દૂર નહીં થાય અને દુકાનદારોની સુરક્ષા સુનિશ્ચિત નહીંથાય તો બાયોમેટ્રીક સિસ્ટમનું બહિષ્કાર કરવાની ચીમકી અપાઈ access_time 11:05 pm IST

  • ૬ વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યું સોનું :સોનાના ભાવમાં જબ્બરદસ્ત ઉછાળોઃ એક તોલાનો ભાવ પહોંચ્યો ૩૫,૦૯૦: સોનાના ભાવમાં રૂ.૪૦૦૦ ધરખમ વધારો access_time 4:10 pm IST

  • સૌરાષ્ટ્ર-કચ્છના મુસ્લિમ અગ્રણી સુલેમાનભાઈ સંઘારનો ઇન્તેકાલ સૌરાષ્ટ્ર-કચ્છના મુસ્લિમ અગ્રણી સુલેમાનભાઈ સંઘારનો ઇન્તેકાલ "રાત્રે 10 વાગ્યે તેઓની દફનવિધિ સદર કબ્રસ્તાનમાં રાખેલ છે તેમ હબીબ કટારીયાએ જણાવ્યું હતું access_time 8:06 pm IST