Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

મહિલા ટી-20: ટૉટન મેદાન પર 4.30 કલાકની અંદર બન્યા 2 વર્લ્ડ રેકોર્ડ

નવી દિલ્હી: ઇંગ્લેન્ડના સમરસેટ સ્થિત ટૉટન મેદાનમાં રમાયેલ મેચમાં 4.30 કલાકની અંદર ટી-20 મેચમાં 2 વર્લ્ડ રેકોર્ડ બન્યા છે. આ પહેલા ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકા સામે પહેલા 216 રન બનાવ્યા હતા. પછી ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકા સામે 250 રન બનાવીને મોટો સ્કોર ઉભો કર્યો હતો. સમરસેટના ટૉટન મેદાન પર ન્જયુલેન્ડની ટીમે 216 રન બનાવીને મહિલા ટી-20 ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. અંદાજે 4.30 કલાક પછી ઇંગ્લેન્ડની ટીમ 3 વિકેટ પર 250 રન બનાવ્યા હતા. અને જૂનો રેકોર્ડ તોડી નવો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી 66 બોલમાં 124 રન બનાવવામાં આવ્યા હતા.

(4:53 pm IST)