Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

જુલાઈ ૨૦૧૯માં વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલી મેચ રમશે ભારત

આઈસીસીએ જાહેર કર્યુ ટેસ્ટ ચેમ્પિયનશીપનું શેડ્યુલ :ટોચની ૯ ટીમો ભાગ લેશે, બે વર્ષમાં ઘરઆંગણે અને વિદેશમાં ત્રણ સિરીઝ રમશેઃ ટોચની બે ટીમો વચ્ચે ફાઈનલ

આઈસીસીએ ગઈકાલે ૨૦૧૮ થી ૨૦૨૩ સુધી પાંચ વર્ષ માટે પોતાના ફયુચર પ્રોગ્રામની ઘોષણા કરી હતી. જેમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અને ૧૩ ટીમનો વન-ડે લીગનો પણ સમાવેશ થાય છે. ભારતીય ટીમ જુલાઈ ૨૦૧૯માં વેસ્ટ ઇન્ડિઝ સામે એના ઘરઆંગણેથી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે તો ૧૩ ટીમોની વન-ડે લીગમાં ભારતીય ટીમ જૂન ૨૦૨૦થી શ્રીલંકા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ટેસ્ટ રમાનારી ટોચની નવ ટીમો ભાગ લેશે. ટોચના સ્થાન માટે અંદાજે બે વર્ષ દરમિયાન ઘરઆંગણે અને વિદેશમાં ત્રણ સીરીઝ રમશે. ટોચ પર રહેનારી બે ટીમો વચ્ચે ફાઈનલ રમાશે. આ ફાઈનલ મોટેભાગે જુલાઈ ૨૦૨૧માં લોડ્ર્સમાં રમાશે. ૧૩ ટીમોની વન-ડે લીગમાં વર્લ્ડ ક્રિકેટ લીગ ચેમ્પિયનશીપની વિજેતા નેધરલેન્ડ્સ ઉપરાંત ટેસ્ટ મેચ રમનારી તમામ ૧૨ ટીમો ભાગ લેશે.

(3:44 pm IST)