Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

ટેનિસ: ઓપન સુડ ડે ફ્રાન્સ ટુર્નામેન્ટમાં ભાગ લેશે એન્ડી મેરે

નવી  દિલ્હી: બ્રિટેનના સ્ટાર ખેલાડી એન્ડી મરેએ કહ્યું કે તે 2019ની ફેબ્રુઆરીમાં યોજાનાર ઓપન સુડ ડે ફ્રાન્સ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. મળતી માહિતી અનુસાર એટીપી 250 ટુર્નામેન્ટના આયોજન ઓસ્ટ્રેલિયા ઓપનના એક અઠવાડિયા પછી ત્રણથી 10 ફેબ્રુઆરી સુધી ફ્રાન્સના મોતપેલીયરમાં યોજાશે.

(2:44 pm IST)
  • મહારાષ્ટ્રમાં ઔરંગબડનું નામ બદલીને સંભાજીનગર કયારે કરશો ? : સંજય રાઉતે કર્યો મુખ્યમંત્રી ફડણવીશને સવાલ : સંજય રાઉતે ટ્વીટ કર્યું કે યોગી આદિત્યનાથે ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરી દીધું : અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કર્યું તો મહારાષ્ટ્રમાં ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર ક્યારે થશે ?:ઉસ્માનાબાદનું નામ ધારાશિવ ક્યારે થશે ?: ફડણવીશ જવાબ આપે access_time 12:10 am IST

  • ભાવનગરમાં નૂતનવર્ષે જ ખેલાયો લોહીયાળ ખેલ:ગોપાલ ધર્મેશભાઈ ડાભીની હત્યા :એમ,કે,જમોડ હાઇસ્કુલ પાનવાડી પાસે એક પાનની દુકાને ઉભેલા યુવાન પર ચાર શખ્સો ઘાતક હથિયારો વડે તૂટી પડયા:જૂની અદાવતમાં હુમલો થયાનું તારણ :ઇજાગ્રસ્ત યુવાનને અત્યંત નાજુક હાલતમાં સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયો :આરોપીમાં રીપલ।મોરભાઈ,ઇકબાલ અને બેલીમના નામ ખુલ્યા :હોસ્પિટલમાં લોકો ના ટોળે ટોળા ઉમટી પડયા: access_time 12:54 am IST

  • મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસે 29 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી:રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ સામે કોંગ્રેસે તેમના સાળા સંજય સિંહને વારાસવની સીટ પરથી મેદાનમાં ઉતાર્યા : નવા ચહેરા સિદ્ધાર્થ લાડા(36)ને શિવપુરી વિધાનસભા બેઠક પરથી ટિકિટ: મધ્યપ્રદેશના મંત્રી અને પૂર્વ ગ્વાલિયર રાજઘરાણાના વંશજ યશોધરા રાજે સિંધિયા(ભાજપ) સાથે મુકાબલો થશે access_time 11:52 pm IST