Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

મેરી કોમ એઆઈબીએ મહિલા વિશ્વ ચેમ્પિયનશીપની સેમિફાઇનલમાં પહોંચી

ભારતની સુપરસ્ટાર અને પાંચ વખતની ચેમ્પિયન મેરી કોમે 10મી એઆઈબીએ મહિલા વિશ્વ ચેમ્પિયનશિપની સેમિ ફાઇનલમાં પહોંચીને  7મો મેડલ પાક્કો કરી લીધો છે. યુવા બોક્સર મનીષા મૌન (54 કિલો)નો 2016 વિશ્વ ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલ વિજેતા સ્ટોયકો પૈટ્રોવા સામે 1-4થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

  પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન મેરી કોમે દિવસની શરૂઆત ચીનની યૂ વુ પર 5-0 (30-27, 29-28, 30-27, 29-28, 30-27)થી શાનદાર જીત સાથે કરી, હવે તે ગુરૂવારે ઉત્તર કોરિયાની હયાંગ મિ કિમ સામે ટકરાશે. જેને તેણે ગત વર્ષે એશિયન ચેમ્પિયનશિપની ફાઇનલમાં હરાવી હતી.

(12:10 am IST)