Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

શ્રીલંકા સામેની પાંચ વનડે મેચમાંથી સાઉથ આફ્રિકાનો ઇમરાન તાહિર બહાર

નવી દિલ્હી: આવતા મહિને શ્રીલંકામાં રમાનારી પાંચ મૅચની વન-ડે શ્રેણી માટેની સાઉથ આફ્રિકાની ટીમમાં સિલેક્ટરોએ વિશ્વના છઠ્ઠી રૅક્ન ધરાવતા સ્પિનર ઇમરાન તાહિરનો સમાવેશ નહોતો કર્યો. તેના સ્થાને સ્પિન હરીફો લેફ્ટ-આર્મ રિસ્ટ સ્પિનર તબ્રેઇઝ શામ્સી અને લેફ્ટ-આર્મ સ્પિનર કેશવ મહારાજને ટીમમાં સમાવવામાં આવ્યા હતા. 
પીઢ ફાસ્ટ બોલર ડેલ સ્ટેનને તાજેતરમાં ટેસ્ટ-ટીમમાં સ્થાન અપાયું હતું, પરંતુ વન-ડે ટીમમાં તેને નથી સામેલ કરાયો. બીજા ફાસ્ટ બોલર વર્નોન ફિલૅન્ડરને પણ સિલેક્ટ નથી કરાયો. ડી'વિલિયર્સ નિવૃત્ત થઈ ગયો છે. 
સાઉથ આફ્રિકાની વન-ડે ટીમઃ ફૅફ ડુ પ્લેસી (કૅપ્ટન), હાશિમ અમલા, જુનિયર ડાલા, ક્વિન્ટન ડી'કૉક (વિકેટકીપર), જે.પી. ડુમિની, રીઝા હેન્ડ્રિક્સ, ક્લાસન (વિકેટકીપર), કેશવ મહારાજ, એઇડન માર્કરમ, ડેવિડ મિલર, વિઆન મુલ્ડર, લુન્જી ઍન્ગિડી, એન્ડીલ ફેલુકવેયો, કૅગિસો રબાડા, તબ્રેઇઝ શામ્સી.

 

(5:01 pm IST)