Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

મહેન્‍દ્રસિંહ ધોનીના જીવન ઉપરની ફિલ્મ રિલીઝ

નવી દિલ્હીઃ ધોનીના ફેન્સ માટે સારા સમાચાર છે. તેની લાઇફ પર આધારિક વધુ એક ફિલ્મ नई Roar of the Lion 20 માર્ચે રિલીઝ થઈ ગઈ છે. આ એક ડોક્યૂમેન્ટ્રી સિરીઝ છે, જેને 20-20 મિનિટના 5 એપિસોડમાં હોટસ્ટાર પર જોઈ શકાશે. આ ફિલ્મની ખાસ વાત છે કે, આ પૂરી કહાની મહેન્દ્ર સિંહ ધઓનીએ ખુદ પોતાની જુબાનીથી સંભળાવી છે. કબીર ખાન દિગ્દર્શિત આ ફિલ્મની કહાની ધોનીના આઈપીએલ સફ પર આધારિત હશે, જેમાં 2013ના સ્પોટ ફિક્સિંગથી લઈને સીએસકે પર લાગેલા બે વર્ષના પ્રતિબંધ અને ફરી ટીમને ચેમ્પિયન બનાવવાની સ્ટોરી છે. ફિલ્મમાં ધોનીએ જણાવ્યું કે, કેમ ચેન્નઈ સુપરકિંગ્સે પોતાનું ત્રીજુ આઈપીએલ ટાઇટલ માત્ર પોતાના ફેન્સ માટે જીત્યું છે.

Roar of the Lionના રિલીઝ થયા બાદ બોલીવુડના સુલ્તાન સલમાન ખાને પણ જોઈ અને તેની ખૂબ પ્રશંસા કરી છે. સલમાને આ ફિલ્મને બ્લોક બસ્ટર ગણાવી છે. સુપરસ્ટારે ટ્વીટ પર લખ્યું, 'બ્લોકબસ્ટરથી ઓછી નથી. Roar of the Lion જરૂર જુઓ. શુભકામનાઓ ધોની.'

ધોનીએ ફિલ્મમાં CSKની સાથે પોતાના જોડાવને અરેન્જ મેરેજની જેમ ગણાવ્યો છે.

 Roar of the Lionમાં ધોની સિવાય ચેન્નઈના બીજા સભ્ય સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, શેન વોટસન, મોહિત શર્મા, મેથ્યૂ હેડન અને કોચ માઇક હસીની પણ મહત્વની ભૂમિકા છે.

(5:10 pm IST)
  • ભાજપે લાત મારતા શત્રુઘ્ન કોંગ્રેસ ભેગા ? : બિહારના પટણા સાહિબની ટીકીટ ભાજપે કેન્દ્રીય પ્રધાનને ફાળવી દેતા લાંબા સમયથી ચાલી આવતી અટકળોનો હવે અંત આવી રહ્યો છે. મળતા નિર્દેશો મુજબ સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અને ભાજપના હાલના સાંસદ શત્રુઘ્ન સિંહા કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. સત્તાવાર જાહેરાત હવે ગમે તે ઘડીએ થશે. access_time 3:54 pm IST

  • રાષ્ટ્રપતિએ આપી લોકપાલ ટીમને મંજૂરી : ગુજરાતના બે સભ્યોની પસંદગી : લોકપાલ તરીકે જસ્ટિસ પિનાકી ચાંદ્રા ઘોષ અને જ્યુડીશ્યલ મેંમેંબરમાં જસ્ટિસ દિલીપ ભોંસલે,જસ્ટિઝ પ્રદીપકુમાર મોહન્ટી, જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠી :નોન જ્યુડીશ્યલ મેમ્બરમાં દિનેશકુમાર જૈન (ચીફ સેક્રેટરી મહારાષ્ટ્ર ), અર્ચના રામસુન્દરમ (પૂર્વ આઇપીએસ અધિકારી )અને ડો, ઇંદ્રજીતપ્રસાદ ગૌતમ (પૂર્વ આઇપીએસ ઓફિસર ) રહેશે access_time 11:10 pm IST

  • દિલ્હીમાં મસ્જિદમાં લાઉડસ્પીકરથી લોકોને પરેશાની :નેશનલ ગ્રીન ટ્રિયુબનલે કહ્યું આ ગંભીર અપરાધ : પોલીસે તુર્ત કાર્યવાહી કરવી જોઈએ : NGT પીઠે કહ્યું નાગરિકોને શાંતિપૂર્ણ પર્યાવરણનો બંધારણીય અધિકાર છે અને તેને નિર્ધારિત માપદંડથી વધુ ધ્વનિ પ્રદુષણ દંડનીય અપરાધ છે સાથોસાથ પોલીસને કહ્યું કે આવા સ્થળોની ઓળખ કરે અને ઉલ્લંઘનકર્તાઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી માટે એક નિગરાની પ્રણાલી સ્થાપિત કરે access_time 12:21 am IST