Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

સંત શ્રી ભોજલરામ ચેરીટેબલ ટ્રસ્ટ - સુરક્ષા સેતુ દ્વારા

૨૫મીથી પાટીદાર પ્રિમીયર લીગ

પાટીદાર ખેલાડી જ ભાગ લઈ શકશે :ચેમ્પિયન ટીમને ૩૫,૫૫૫ અને રનર્સઅપ ટીમને ૧૫,૫૫૫ રોકડ સહિતના ઈનામો

રાજકોટ, તા. ૨૦ :સંત શ્રી ભોજલરામ ચેરીટેબલ ટ્રસ્ટ તથા સુરક્ષા સેતુ સોસાયટી શહેર પોલીસ રાજકોટ દ્વારા રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ (પાટીદાર પ્રિમીયર લીગ)નું મોરબી રોડ, જકાતનાકા પાસે, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યુ છે.

આ ટુર્નામેન્ટની ઓપનીંગ સેરેમની તા.૧૫ના સાંજે ૭ કલાકે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત તથા ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી પરેશભાઈ ગજેરાના હસ્તે રાખવામાં આવેલ છે.

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફકત પાટીદાર ખેલાડીઓ જ ભાગ લઈ શકશે. આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને રૂ.૩૫,૫૫૫/- તથા વિજેતા ટ્રોફી અને રનર્સઅપ ટીમને રૂ.૧૫,૫૫૫ તથા રનર્સઅપ ટ્રોફી આપવામાં આવશે તેમજ દરેક મેચના મેન ઓફ ધ મેચને આકર્ષિત શિલ્ડ આપવામાં આવશે. તેમજ બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન તથા મેન ઓફ ધ સિરીઝને પણ આકર્ષિત ટ્રોફી આપવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં દરેક મેચના લાઈવ સ્કોરીંગ ક્રિક હિરોઝ નામની એપ્લીકેશનમાં જોઈ શકાશે. વધુ માહિતી માટે હેલ્પલાઈન નં. ૯૪૨૬૨ ૬૭૭૭૭ ઉપર સંપર્ક કરવો.

ફોર્મ ખોડલ મોબાઈલ ઝોન, શ્રીનાથજી કોમ્પલેક્ષ, બાલાજી હોલની બાજુમાં, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ મો. નં. ૯૦૩૩૫ ૫૫૫૫૪ તથા એડવોકેટ ચેતન ચભાડીયા, શ્યામ સ્કુલની સામે, ૮૦ ફૂટ રોડ, કુવાડવા રોડ, રાજકોટ મો. નં. ૯૫૩૭૧ ૪૦૩૫૧ તા.૨૪ સુધીમાં ભરી દેવા.

આ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે રતભાઈ પીપળીયા, અતુલભાઈ કમાણી, એડવોકેટ ચેતન ચભાડીયા, ડો.પાર્થ ઢાંકેચા, વિશાલ રામાણી, પરેશભાઈ લીંબાસીયા, ભુપતભાઈ કાનાણી, કૈલાશભાઈ ચભાડીયા, વિમલ મુંગરા, પરેશ ચભાડીયા, વર્શીલ ગીનોયા, યશ ગજેરા, મૌલિક પરસાણા, જેકીન હાપલીયા, કાનજી પટેલ, વિજય લીંબાસીયા તથા નીતિનભાઈ રૈયાણી વગેરે મિત્રો જહેમત ઉઠાવી રહ્યા છે.(૩૭.૭)

(2:27 pm IST)