Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

મુંબઈના ૧૪ સ્કેટર્સે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

સાઉથ મુંબઈની વિવિધ સ્કુલોના ૧૪ સ્કેટર્સે કર્ણાટકના બેલગામમાં ૨૪ ઓકટોબરે યોજાયેલી લોન્ગેસ્ટ કુકી ડકીંગ રીલેમાં અદ્દભૂત પ્રદર્શન કરી પોતાનું નામ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાવ્યુ હતું. કાલબાદેવીમાં આવેલી મહાપ્રજ્ઞા પબ્લિક સ્કુલમાં તેમના કોચ ધ્વનીત રેલે સહિત તમામ સ્કેટર્સને સર્ટીફીકેટ આપવાનો અને તેમનું સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ ઈવેન્ટમાં ભારતના કુલ ૩૯૫ સ્કેટર્સે સતત ૨૪ કલાક સુધી સ્કેટીંગ કર્યુ હતું જેમાં મુંબઈના આ ૧૪ સ્કેટર્સે ૬ કલાક સુધી સ્કેટીંગ કર્યુ હતું. તેઓમાં દેવેશ છેડા, હિતાંશ ભાવસાર, રૂશીલ બેરી, આર્યન બેરી, ધર્મેશ બોરાના, કહાન ઠક્કર, દક્ષ બલસારા, ઋષિકેશ પાટીલ, મોહમ્મદ સુલતાન ખાન, રણવીર ભાટીયા, દર્શન ઠાકોરે વિહાન પ્રધાન, વર્ણિકા સૂર્વે આદિત્ય મેનકુંડલેના નામ કોચ ધ્વનીત રેલે સાથે ગીનેસ વર્લ્ડ રેકોડ્ર્સમાં આવ્યુ છે.

(12:29 pm IST)