Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

પુજારા અને રહાણેને એ ગ્રેડમાંથી પડતા મુકાશે !સેન્ટ્લ કોન્ટ્રાક્ટમાં કોને ક્યાં ગ્રેડમાં મળશે સ્થાન ? : અટકળ શરૂ

રોહિત શર્માની સાથે કોહલી, જસપ્રીત બુમરાહની સાથે કે.એલ. રાહુલ અને રિષભ પંતને પણ એ-પ્લસ કેટેગરીમાં સ્થાન મળે તેવી શકયતા

મુંબઈ : ફોર્મ માટે સંઘર્ષ કરી રહેલા અજિંક્યા રહાણે અને ચેતેશ્વર પુજારાને બીસીસીઆઇના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં એ ગ્રેડમાંથી પડતા મુકાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે, બીસીસીઆઇ આગામી દિવસોમાં ક્રિકેટરો માટેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરવાનું છે, ત્યારે કોને કયા ગ્રેડમાં સ્થાન મળશે તેની અટકળો શરૃ થઈ છે.

બીસીસીઆઇ ચાર કેટેગરીમાં ખેલાડીઓને કોન્ટ્રાક્ટ આપતું હોય છે. જેમાં એ પ્લસ ગ્રેડના ખેલાડીઓને રૃપિયા સાત કરોડ, એ ગ્રેડના ખેલાડીઓને રૃા. પાંચ કરોડ, બી ગ્રેડના ખેલાડીઓને રૃપિયા ૩ કરોડ અને સી ગ્રેડના ખેલાડીઓને રૃપિયા ૧ કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે.

વન ડે અને ટી-૨૦ના કેપ્ટન રોહિત શર્માની સાથે વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહની સાથે કે.એલ. રાહુલ અને રિષભ પંતને પણ એ-પ્લસ કેટેગરીમાં સ્થાન આપવામાં આવશે તેમ પણ મનાય છે. બીસીસીઆઇના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો નિર્ણય બીસીસીઆઇના હોદ્દેદારો, પસંદગીકારો અને ચીફ કોચ કરે છે.

ઈશાંત શર્મા અને હાર્દિક પંડયાને બી ગ્રેડમાં મૂકવામાં આવે તેવી શકયતા છે. જ્યારે અશ્વિન, જાડેજા, ધવન, શમી તેમના એ ગ્રેડના કોન્ટ્રાક્ટ જાળવી રાખે તેવી શક્યતા છે. જ્યારે બી ગ્રેડમાં એકમાત્ર શાર્દૂલ ઠાકુરનો દેખાવ નોંધપાત્ર રહ્યો છે, તેને એ ગ્રેડમાં તક મળી શકે છે. સી ગ્રેડમાં સામેલ શ્રેયસ ઐયરને બી ગ્રેડમાં તક મળી શકે છે.

(11:54 pm IST)