Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

ઝિમ્બાબ્વે 2022 મહિલા વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચોનું કરશે આયોજન

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ જાહેરાત કરી છે કે ઝિમ્બાબ્વે 21 નવેમ્બરથી 5 ડિસેમ્બર દરમિયાન મહિલાઓની 50 ઓવરની વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચનું આયોજન કરશે. આગામી વર્ષે 4 માર્ચથી ન્યૂઝીલેન્ડમાં વર્લ્ડ કપ શરૂ થશે અને ટુર્નામેન્ટની અંતિમ મેચ 3 એપ્રિલે રમાશે. મહિલા વર્લ્ડ કપ માટે કુલ ત્રણ ક્વોલિફાયરની જાહેરાત કરવામાં આવી છે. જોકે, તેમનું શેડ્યૂલ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.

 

(7:21 pm IST)