Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ફિફા વર્લ્ડકપ-2018માં લાલકાર્ડ મેળવનાર પહેલો ખેલાડી બન્યો કોલબિયાંનો સાંચેજ

મેચમાં ત્રીજી મિનિટે જ શિનજિ કગવાના શોર્ટને હાથથી રોક્યો :રેફરીએ લાલકાર્ડ બતાવી કર્યો બહાર

ફિફા વર્લ્ડકપ-2018માં કોલંબિયાના મિડફિલ્ડર કાર્લોસ સાંચેજ લાલ કાર્ડ મેળવનાર પ્રથમ ખેલાડી બન્યો હતો  સાંચેજે જાપાનમાં ખેલાડી ગ્રુપ એચના મેચમાં ત્રીજી મીનિટમાં શિંજી કગાવાના શોર્ટને હાથથી રોક્યો અને રેફરીને તરત તેને લાલ કાર્ડ બતાવી મેદાન બહાર કર્યો હતો કોલંબિયાને મેચની શરૂમાં દસ ખેલાડીઓ સાથે રમવું પડ્યું હતું.

  ફિફા વર્લ્ડકપના ઈતિહાસમાં મેચ દરમિયાન બીજો સૌથી ઓછા સમયમાં રેડ કાર્ડ બતાવવાનો રેકોર્ડ છે. સૌથી ઓછા સમયમાં રેડ કાર્ડ મેળવવાનો રેકોર્ડ જોસ અલ્બર્ટો બાટિસ્ટા (ઉરૂગ્લે)ના નામે છે. જેમને 1986ના વર્લ્ડકપમાં સ્કોટલેન્ડ વિરૂદ્ધ માત્ર 54 સેકન્ડમાં રેડ કાર્ડ મળ્યો હતો, તે પણ હાથથી બોલ રોકવાનો મામલો હતો.

  આના બદલામાં જાપાનને પેનલ્ટી મળી, જેને કગાવાએ ગોલમાં બદલવામાં કોઈ ભૂલ કરી. કોલંબિયાએ દસ હજારથી વધારે દર્શક આનાથી ઘણા નિરાશ હતા. જોકે, જુઆન ક્કિનટેરોએ 39મી મીનિટે ફ્રિ કિક પર ગોલ કરી પોતાની ટીમને બરાબરી કરાવી દીધી. આનાથી કોલંબિયન દર્શક ફરીથી ઝૂમી ઉઠ્યા હતા. મધ્યાંતર સુધી બંને ટીમો 1-1ની બરાબરી પર રહી, પરંતુ 73મી મીનિટે યુયા ઓસાકોએ હેટરના દમ પર જાપાનને કોલંબિયાને 2-1થી માત આપીય

  ઈંગ્લેન્ડની ટીમ ભલે વિશ્વકપમાં મજબૂત દાવેદાર માનવામાં આવી રહી નથી, પરંતુ ટ્યૂનીશિયા વિરૂદ્ધ તેની પ્રથમ મેચમાં અંતિમ ક્ષણોમાં મળેલી જીતને ત્યાં ટેલિવિઝન પર 1.83 કરોડ દર્શકોએ નિહાળી, જે વર્ષનો નવો રેકોર્ડ છે.

(11:44 pm IST)