Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

અંતિમ ઘડીમાં સ્ટાર ખેલાડી કેનના ગોલથી ઇંગ્લેન્ડ જીત્યુ

ઇંગ્લેન્ડની ટ્યુનિશિયા પર ૨-૧થી શાનદાર જીત : હૈરી કેને બે ગોલ ફટકારીને પોતાની ટીમને શાનદાર જીત અપાવી : બેલ્જિયમનો પનામા ઉપર ૩-૦થી વિજય થયો

વોલ્ગોગ્રાદ,તા. ૧૯ : ફિફા વર્લ્ડ કપમાં છેલ્લી ઘડીએ કેપ્ટચન હૈરી કેને કરેલા ગોલની મદદથી ઇંગ્લેન્ડે જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ઇંગ્લેન્ડે ટ્યુનિશિયા પર ૨-૧થી જીત મેળવી હતી. વર્ષ ૧૯૬૬માં ઇંગ્લેન્ડની ટીમ ચેમ્પિયન બની હતી. ફુલ ટાઇગ સુધી બંને ટીમો એક એક ગોલથી બરોબર હતી. એમ લાગી રહ્યુ હતુ કે મેચ ડ્રો થઇ જશે. જો કે ઇંગ્લેન્ડના કેપ્ટન કેનને આ વાત મંજુર ન હતી. કેને મેચની છેલ્લી ઘડીએ એટલે કે ઇન્જરી ટાઇમમાં ગોલ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી. એક શાનદાર હેડર મારફતે કેને ગોલ કર્યો હતો. ઇંગ્લેન્ડના ચાહકો મેચમાં રોમાંચિત થઇ ગયા હતા. કેને ગોલ કરીને પહેલા ઇંગ્લેન્ડને લીડ અપાવી હતી. હાર થનાર ટીમ વતી ફેર્જોરી સાસી દ્વારા ગોલ કરવામાં આવ્યો હતો.નિજની મેદાન પર રમાયેલી ફિફા વર્લ્ડકપ ૨૦૧૮ની ગ્રુપ એફની એક મેચમાં દક્ષિણ કોરિયા ઉપર સ્વિડને ૧-૦થી જીત મેળવી લીધી હતી. પહેલા હાફમાં કોઇ ગોલ થઇ શક્યા ન હતા જ્યારે બીજા હાફમાં ૬૫મી મિનિટમાં સ્વિડનના કેપ્ટન આંદ્રેસે ગોલ ફટકાર્યો હતો. પેનલ્ટી મળ્યા બાદ આ ગોલ ફટકારવામાં આવ્યો હતો. નિજનીના મેદાન પર રમાયેલી આ મેચમાં બંને ટીમોએ જોરદાર રમત રમી હતી. સ્વિડનની ટક્કર હવે ૨૩મી જૂનના દિવસે જર્મની સાથે થશે. જર્મનીની પ્રથમ મેચમાં મેક્સિકો સામે હાર થઇ હતી. આ જીત સાથે સ્વિડન પોતાના ગ્રુપમાં મેક્સિકો સાથે ટોપ ઉપર છે. સ્વિડન સામે જર્મનીને શાનદાર રમત રમવી પડશે. અગાઉ રવિવારના દિવસે ફિફા વર્લ્ડ કપમાં ગઇકાલે રવિવારના દિવસે ચાર મેચો રમાઇ હતી. પરંતુ પરિણામોને લઇને ફુટબોલ ચાહકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. કારણ કે એકબાજુ વર્તમાન ચેમ્પિયન અને ફીફા વર્લ્ડ કપ માટે સૌથી પ્રબળ દાવેદાર જર્મનીની તેની પ્રથમ મેચમાં મેક્સિકોની સામે હાર થઇ હતી. મેક્સિકોએ ૧-૦થી જીત મેળવી લીધી હતી. જ્યારે રોસ્તોવ ઓલ ડોન ખાતે રમાયેલી મેચમાં પાંચ વખતની ચેમ્પિયન બ્રાઝિલની સ્વીત્ઝર્લેન્ડની સામે તેની મેચ ૧-૧થી ડ્રો રહી રહી હતી. બ્રાઝિલના સ્ટાર ખેલાડી નેમારનો ફ્લોપ શો રહ્યો હતો. બ્રાઝિલ માટે એકમાત્ર ગોલ ૨૦મી મિનિટમાં કોલિહ્નોહ દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે સ્વીસ તરફથી એકમાત્ર ગોલ સ્ટીવન જુબર દ્વારા કરવામાં આવ્યો હતો. છેલ્લી ઘડીએ નેમારને પણ ફ્રી કિક મળી હતી પરંતુ તે ગોલમાં ફેરવી દેવામાં સફળ રહ્યો ન હતો. વિશ્વ કપમાં વર્ષ ૧૯૭૮  બાદ પ્રથમ વખત બ્રાઝિલની ટીમ તેની પ્રથમ મેચ જીતવામાં સફળ રહી નથી.  અન્ય એક મેચમાં પનામા પર બેલ્જિયમની ૩-૦થી જીત થઇ હતી. બેલ્જિયમની ટીમ ચેમ્પિયન જેવી રમત રમતા દેખાઇ હતી.

(1:08 pm IST)