Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

ક્રિકેટર કે એલ રાહુલ અને સુનિલ શેટ્ટીની પુત્રી-અભિનેત્રી અથિયા શેટ્ટી વચ્‍ચે પ્રેમ પાંગર્યોઃ તસ્‍વીર શેર કરીને બર્થ-ડે વિશ કર્યુ

મુંબઈ: લાંબા સમયથી ક્રિકેટર કે એલ રાહુલ અને સુનિલ શેટ્ટીની પુત્રી તથા અભિનેત્રી અથિયા શેટ્ટીના ડેટિંગના સમાચારો આવતા હતા. આ બધા વચ્ચે રાહુલના બર્થડે પર આથિયાએ રાહુલ સાથે તસવીરો શેર કરીને તેને બર્થડે વિશ કર્યું છે.

18 એપ્રિલના રોજ કે એલ રાહુલનો બર્થડે હતો.  ખાસ અવસરે તેને ઢગલો શુભેચ્છાઓ પણ મળી.. રાહુલની કથિત ગર્લફ્રેન્ડ અથિયા શેટ્ટીએ તસવીર શેર કરીને બર્થડે વિશ કર્યું. અથિયાએ કહ્યું કે તે પોતાના જીવનમાં રાહુલ હોવા બદલ આભારી છે.

આથિયાએ આ ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે. જેમાં અભિનેત્રી કે એલ રાહુલ સાથે મિરર સેલ્ફી લઈ રહી છે. બંને પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

ફોટો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે હું તમારી આભારી છું, હેપી બર્થડે. અભિનેત્રીએ કેપ્શન સાથે કેક ઈમોટિકોન અને એક હાર્ટ ઈમોજી પણ શેર કરી છે. રાહુલ અને અથિયાએ સોશિયલ મીડિયા પર સતત પ્રેમ દર્શાવ્યો છે. જો કે બંનેએ ક્યારેય પોતાના સંબંધની અધિકૃત જાહેરાત કરી નથી.

ગત વર્ષે પણ રાહુલના બર્થડે પર અથિયાએ તેની સાથે પોતાની તસવીર શેર કરીને બર્થડે વિશ કર્યું હતું. ત્યારબાદ જ બંનેના સંબંધ પર મહોર લાગી હતી.

(5:11 pm IST)
  • યુપીના ૫ શહેરોમાં સંપૂર્ણ લોકડાઉનના આદેશ : ગોરખપુર અને પ્રયાગરાજમાં લોકડાઉન : આજે રાતથી ૨૬ ઍપ્રિલ સુધી લોકડાઉન access_time 6:16 pm IST

  • રેલ્વે આ સાથેની સૂચિ મુજબના રાજ્યોમાં નિ:શુલ્ક ઓક્સિજન પૂરો પાડશે : મહારાષ્ટ્ર 1500 મેટ્રિક ટન, ઉત્તરપ્રદેશ 800 મેટ્રિક ટન, દિલ્હી 350 મેટ્રિક ટન, પંજાબ 300 મેટ્રિક ટન, છટ્ટીસગઢ 250 મેટ્રિક ટન, ગુજારાત 200 મેટ્રિક ટન, બિહાર 200 મેટ્રિક ટન, ઝારખંડ 200 મેટ્રિક ટન access_time 9:34 am IST

  • પંજાબના મુખ્યમંત્રીએ COVID19 પરિસ્થિતિની સમીક્ષા કરી : 20 થી 30 એપ્રિલ દરમ્યાન નાઇટ કર્ફ્યુનો સમય વધારીને સાંજે 8 થી સવારે 5 નો કર્યો, તમામ બાર, સિનેમા હોલ, જિમ, સ્પા, કોચિંગ સેન્ટરો, સ્પોર્ટસ સંકુલ બંધ કરવાનો આદેશ આપ્યો : લગ્ન અને અંતિમ સંસ્કાર સહિતના મેળાવડામાં 20 થી વધુ લોકો પર પ્રતિબંધ : આ સાથે સરકારી અને ખાનગી લેબ્સ દ્વારા RT-PCR અને રેપિડ એન્ટિજેન ટેસ્ટ ના દરો અનુક્રમે રૂ. 450 અને રૂપિયા 300 કરવામાં આવ્યા હોવાનું મુખ્યમંત્રી કાર્યાલયે જાહેર કર્યું access_time 4:47 pm IST