Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

રોડ સેફટી વર્લ્ડ સિરીઝ માટે ક્રિકેટ લેજન્ડ્સ ફરી મેદાન ગજાવશે

મુંબઈઃ દેશમાં સામાજિક પરિવર્તન લાવવા અને માર્ગ સલામતી પ્રત્યે લોકોના દ્રષ્ટિકોણને બદલવાના ઉદ્દેશ સાથે આવતા વર્ષે ભારતમાં રોડ સેફટી વર્લ્ડ સિરીઝનું આયોજન થઈ રહ્યું છે. આવતા વર્ષથી દર વર્ષે યોજાનારી આ અનોખી ટી૨૦ ટુર્નામેન્ટમાં ટેસ્ટ રમતા પાંચ દેશોના લેજન્ડ ખેલાડીઓ સચિન તેન્ડુલકર, બ્રાયન લારા, તિલરત્ને દિલશાન,  મુથૈયા મુરલીધરન, વીરેન્દ્ર સેહવાગ, બ્રેટ લી વગેરે ફરી એકવાર મેદાન ગજાવશે.

યજમાન ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજોને ફરી રમતા જોવાનો ચાહકોને લહાવો મળશે. આવતા વર્ષે ૪ થી ૧૬ ફેબ્રુઆરી દરમ્યાન અલગ- અલગ શહેરોમાં રમનારી આ ટુર્નામેન્ટના કમિશનર સુનીલ ગાવસકર અને લીના બ્રેન્ડ- એમ્બેસેડર સચિન તેન્ડુલકર છે.

(3:26 pm IST)