Gujarati News

Gujarati News

News of Sunday, 17th May 2020

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ભારતમાં છે જયારેક્રિકેટર પતિ શોએબ મલિક પાકિસ્તાનમાં ફસાયા

બંને દેશોમાં લોકડાઉને સર્જી સમસ્યા : પુત્ર પિતાનું મોઢુ કયારે જોઇ શકશે તે વાતને લઇને ટેનીસ સ્ટાર અવઢવ

નવી દિલ્હીઃ કિલર કોરોના વાયરસે બધાને ઘરોમાં રહેવા મજબૂર કર્યાં છે. ભારત હોય કે પાકિસ્તાન, બંન્ને દેશોમાં લૉકડાઉ જારી છે અને લોકો તમામ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. આ મુશ્કેલ સમયમાં ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પુત્રને લઈને પરેશાન છે. તેણે એક લાઇવ ચેટ દરમિયાન કહ્યું કે, શોએબ મલિક પાકિસ્તાનમાં છે, જ્યારે હું પુત્રની સાથે અહી છું. ખબર નથી ક્યારે પુત્ર બીજીવાર પોતાના પિતાને મળી શકશે.

તેણે જણાવ્યું, 'જ્યારે કોરોના વાયરસની શરૂઆત થઈ તો હું ઇન્ડિયન વેલ્સ ટૂર્નામેન્ટ માટે અમેરિકામાં હતી, જેને રદ્દ કરી દેવામાં આવી તો હું ભારત પરત આવી ગઈ. તો શોએબ પાકિસ્તાની સુપર લીગ રમી રહ્યો હતો. ત્યારબાદ તે પોતાની માતા સાથે સિયાલકોટમાં રહી ગયો અને હું પુત્રની સાથે અહીં. તેમના માતા 65 વર્ષના છે અને તેને શોએબની જરૂર છે. અમે બંન્ને પોઝિટિવ છીએ, પરંતુ ખ્યાલ નથી ક્યારે પુત્ર પોતાના પિતાને જોઈ શકશે.'

કોરોનાથી સુરક્ષા પર તેણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું, 'મને કોઈ પ્રકારની મુશ્કેલી નથી, પરંતુ હાલમાં બેડ પર સુઈ રહેલા આના વિશે વિચારી રહી હતી. તમારી પાસે નાનું બાળક છે અને ઘરમાં મોટી ઉંમરના માતા-પિતા છે. તમને ખ્યાલ નથી કે તેને કઈ રીતે સુરક્ષિત રાખવાના છે. આવા સમયમાં હું ટેનિસ કે અન્ય વસ્તુ વિશે કેમ વિચારી શકુ છું.'

શાહિદ આફ્રિદીએ 15 લાખ રૂપિયામાં ખરીદ્યુ આ બેટ્સમેનનું બેટ

આ દરમિયાન તેણે હાલની સ્થિતિ વિશે વાત કરતા કહ્યું, ઘરે પરત ફરી રહેલા શ્રમિકોની એવી તસવીરો સામે આવે છે, દે દિલ તોડી નાખે છે. પરંતુ ઘણા લોકો તેની મદદ માટે સામે આવી રહ્યાં છે. રમજાન મહિનામાં અમે પ્રયાસ કર્યો અને 3.3 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કર્યું છે. આપણી વસ્તી વધારે છે તો કહેવું મુશ્કેલ છે કે આપણે જે કરી રહ્યાં છીએ તે ઘણું છે.

(1:49 pm IST)