Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

હાર્દિક પંડ્યાના પિતાએ કહ્યું ઓસ્ટ્રેલીયાથી આવ્યો ત્યારથી મારો પુત્ર ઘરની બહાર પણ નથી નીકળ્યો

મારો દીકરો વિવાદને લઈને ઘણો નિરાશ છે અને તેને નિવેદન મામલે પસ્તાવો છે :હિમાંશુ પંડ્યા

મુંબઈ :ટીવી શોના વિવાદને લઈને હાર્દિક પંડ્યાના પિતાએ તેનો બચાવ કયો છે. તેમણે કહ્યું કે આ વિવાદને લઈને હાર્દિક ઘણો નિરાશ છે તેણે પોતાને એક રૂમમાં બંધ કરી દીધો છે.

  પિતા હિમાંશુ પંડ્યાએ વાતચીત દરમ્યાન કહ્યું કે મારો દીકરો આ વિવાદને લીધે ઘણો નિરાશ છે. ટીવી શો પર આપેલા નિવેદનને લીધે તેને ઘણો પસ્તાવો થઇ રહ્યો છે. તેણે વિશ્વાસ સાથે કહ્યું છે કે ફરીથી તે આવી ભૂલ ક્યારેય નહી કરે અને અમે લોકોએ પણ નક્કી કર્યું છે કે આ વિષય પર ક્યારેય વાત નહી કરીએ.

  હિમાંશુ પંડ્યાએ વધુમાં કહ્યું કે જયારથી હાર્દિક ઓસ્ટ્રેલીયાથી પાછો આવ્યો છે ત્યારથી તે ઘરની બહાર નથી નીકળ્યો અને કોઈનો ફોન પણ નથી ઉપાડી રહ્યો.

તેણે પતંગ ઉડાવવાનો ઘણો શોખ છે પરંતુ તે ઉત્તરાયણમાં પણ પતન ચગાવા નથી ગયો. તે ઘણો નિરાશ છે. વધુમાં તેમણે કહ્યું કે અમે બીસીસીઆઈના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ.

 આ  પહેલા પણ હિમાંશુ પંડ્યાએ પોતાના દીકરાનો બચાવ કર્યો હતો તેમણે કહ્યું હતું કે હાર્દિકે જે પણ કહ્યું તે મસ્તી ભરેલા અંદાજમાં કહ્યું હતું. તેની વાતને ગંભીરતાથી લેવાની કોઈ જુરુર નથી. હાર્દિકે દર્શકોનું મનોરંજન કર્યું હતું. જો કે શોમાં હાર્દિકે કહેલા ખુલાસાને લીધે ક્રિકેટરની છબી પર ચોક્કસથી છાંટા ઉડ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ TV શોમાં પંડ્યાને પૂછવામાં આવ્યું કે, ક્લબમાં મહિલાઓના નામ શા માટે પૂછતા નથી, ત્યારે તેઓએ કહ્યું, "હું તેઓને જોવા માંગું છું કે, તેઓની ચાલ ઢાલ કેવી છે. હું થોડો આ પ્રકારનો જ છું, જેથી મારે એ જોવું હોઈ છે કે તેઓ કયા પ્રકારનો વર્તાવ કરે છે".

  જો કે ત્યારબાદ "કોફી વિથ કરણ" શો પર હાર્દિક પંડ્યાની ટિપ્પણીની ખુબ આલોચનાઓ કરવામાં આવી રહી છે, જ્યાં તેઓએ "સેક્સિસ્ટ" ગણાવ્યું હતું. જો કે ત્યારબાદ પંડ્યાએ પોતાની ટિપ્પણીઓને લઈ માફી માંગી હતી અને કહ્યું, "આ શોના હિસાબથી ભાવનાઓમાં વહી ગયા હતા

મુંબઈના પ્રસિદ્ધ ખાર જિમખાના ક્લબ દ્વારા હાર્દિક પંડ્યાની મેમ્બરશિપ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ કલબના સંયુક્ત સચિવ ગૌરવ કપડિયાએ આ જાણકારી આપી હતી.

તેઓએ જણાવ્યું હતું કે, "ક્લબના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પર ઘણી મહિલા સભ્યોએ પંડ્યાની વિરુધ કાર્યવાહી કરવા માટેનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ આ મુદ્દે મેનેજિંગ કમિટી દ્વારા એકમત થઈને હાર્દિક પંડ્યાની સભ્યતા રદ્દ કરવાનો નિર્ણય કરાયો છે.

હાર્દિક પંડ્યાને ગત વર્ષે ઓક્ટોમ્બરમાં જ ૩ વર્ષ માટે આ ક્લબ દ્વારા મેમ્બરશિપ આપવામાં આવી હતી.

(8:40 pm IST)