Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

સાનિયા મિર્ઝાએ પાકિસ્‍તાનને શુભેચ્‍છા આપવા બદલ ટીકા કરનારાઓની કરી બોલતી બંધ, કહ્યું...

૧૫ ઓગષ્‍ટ છે મારો સ્‍વતંત્રતા - દિવસ

ભારતીય મહિલા ટેનિસ-ખેલાડી સાનિયા મિર્ઝાએ જયારથી પાકિસ્‍તાનના ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે ત્‍યારથી તેના નાગરિકત્‍વને લઈને સતત સવાલો ઉઠાવવામાં આવે છે. ખાસ કરીને જયારે ભારત અને પાકિસ્‍તાનનો સ્‍વતંત્રતા-દિન હોય છે. ૩૧ વર્ષની સાનિયા અત્‍યારે ગર્ભવતી છે તેમ જ ઓક્‍ટોબરમાં મમ્‍મી બનવાની છે. તેણે ટ્‍વીટ કરતાં કહ્યું હતું કે તમારી ઇન્‍ડિયન ભાભી તરફથી મારા પાકિસ્‍તાની ફેન્‍સ અને મિત્રોને સ્‍વાતંત્રતા દિવસની શુભેચ્‍છા. એક યુઝરે તેને ૧૪ ઓગસ્‍ટે શુભેચ્‍છા આપવા બદલ કહ્યું હતું કે તારો સ્‍વાતંત્ર્ય-દિવસ ક્‍યારે છે? સાનિયાએ પણ આનો જવાબ આપતાં કહ્યું હતું કે મારો સ્‍વાતંત્ર્ય-દિવસ ૧૫ ઓગસ્‍ટ છે અને મારા પતિનો ૧૪ ઓગસ્‍ટે. આશા રાખું છું કે તારી ગેરસમજ દૂર થઈ હશે.વળી સાનિયાએ વિટર પર દેશવાસીઓને શુભેચ્‍છા આપી હતી. દરમ્‍યાન તેણે તિરંગા રંગનાં વષાો પહેર્યા હતાં, જેને જોઈને કેટલાક પાકિસ્‍તાનના યુઝરોએ સાનિયાને એવી સલાહ આપી હતી કે તેણે ભારતનો નહીં પરંતુ પાકિસ્‍તાનનો સ્‍વતંત્રતા-દિવસ ઊજવવો જોઈએ.

 

(5:25 pm IST)