Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

સચિનની વર્લ્ડ ઇલેવનમાં એમએસ ધોનીનો સમાવેશ ન થયો

ભારતના પાંચ ખેલાડીઓનો સમાવેશ કરાયો : ઓપનિંગ તરીકે રોહિત શર્મા, બેરશોનો સમાવેશ કરાયો

નવી દિલ્હી, તા. ૧૬ : માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન તરીકેની છાપ ધરાવી ચુકેલા સચિન તેંડુલકરે આજે વર્લ્ડકપની હાલમાં જ પુરી થયેલી એડિશનમાં રમી ચુકેલા ક્રિકેટરો પૈકી ૧૧ ખેલાડીઓની તેની ટીમ પસંદ કરી હતી. સચિન તેંડુલકરે પણ આશ્ચર્યજનકરીતે પોતાની ટીમમાં એમએસ ધોનીનો સમાવેશ કર્યો નથી જેથી સચિન તેંડુલકરની પસંદગીને લઇને પણ પ્રશ્નો ઉઠ્યા છે. આ પહેલા આઈસીસી દ્વારા પણ વર્લ્ડકપ ૨૦૧૯ ઇલેવનની પસંદગી કરી હતી જેમાં ધોનીનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. આઈસીસીની ઇલેવનમાં રોહિત શર્મા અને બુમરાહનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બીજી બાજુ હવે સચિન તેંડુલકરની ટીમમાં પણ ધોનીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. કેન વિલિયમસનના નેતૃત્વમાં સચિન તેંડુલકરની ઇલેવનમાં પાંચ ભારતીયો રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે, ઇલેવનમાં એમએસ ધોનીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ટીમમાં રોહિત શર્મા અને જોની બેરશોની ઓપનિંગ બેટ્સમેન તરીકે પસંદગી કરવામાં આવી છે જ્યારે વિલિયમસન ત્રણ નંબર ઉપર પસંદ કરવામાં આવ્યો છે. કોહલી ચાર નંબર ઉપર ત્યારબાદ ઓલરાઉન્ડર શાકીબ અલ હસન, બેન સ્ટોક, હાર્દિક પંડ્યા અને જાડેજાનો સમાવેશ કરાયો છે. તેંડુલકરની વર્લ્ડકપ ઇલેવનમાં ત્રણ સ્પેશિયાલિસ્ટ ઝડપી બોલરોનો સમાવેશ કરાયો છે જેમાં સ્ટાર્ક, આર્ચર અને બુમરાહનો સમાવેશ થાય છે. સચિનની ટીમ નીચે મુજબ છે. ટીમ નીચે મુજબ છે.

(7:53 pm IST)