Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

IPL સ્પોટ ફીકસીંગઃ સ્પિનર અંકિત ચૌહાણ ઉપરથી પ્રતિબંધ હટાવાયો?

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૧૩માં સ્પોર્ટ ફિકિંસગના દોષી સ્પિન બોલર અંકિત ચવ્હાણ ઉપર બીસીસીઆઈએ બેન હટાવ્યો છે. આ સાથે જ તે પ્રતિસ્પર્ધિત ક્રિકેટ રમવા માટે યોગ્ય થયો છે. મુંબઈ ક્રિકેટ સંઘના એક સૂત્રએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું હતું કે, બીસીસીઆઈએ આ ખેલાડી ઉપર લાગેલા બેનને હટાવી દીધો છે. જોકે ક્રિકેટ બોર્ડે આ બેન હટાવવાને લઈને સત્તાવાર નિવેદન રજૂ કર્યું નથી.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૩માં આઈપીએલ મેચમાં સ્પોર્ટ ફિકિંસગ મામલામાં આ ખેલાડીની ધરપકડ કરી હતી. અંકિતની સાથે ફાસ્ટ બોલર શ્રીસંત અને અજીત ચંદિલાને પણ દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા હતા.

આ ત્રણે ખેલાડી આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે રમતા હતા. ધરપકડ બાદ અંકિત અને શ્રીસંતને બીસીસીઆઈએ આજીવન બેન લગાવી દીધો તો. ત્યારબાદ આ મામલે સુનાવણી થઈ રહી છે. જુલાઈ ૨૦૧૫માં દિલ્હી હાઈકોર્ટમાં આ ખેલાડીઓ ઉપર લાગેલા સ્પોર્ટ ફિકિંસગના આરોપમાં કલીનચીન આપવામાં આવી હતી.

જોકે, બીસીસીઆઈએ પોતાના બેનને ચાલું રાખ્યું હતું. પરંતુ શ્રીસંતે હાર માની નહીં અને પોતાનો સંઘર્ષ ચાલું રાખ્યો હતો. પરિણામ એ આવ્યું કે ગત વર્ષે બીસીસીઆઈએ આ બોલર ઉપરથી બેન હટાવી લીધો હતો.

(3:25 pm IST)