Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

જાડેજા, અશ્વિનને તક મળશેઃ પંતનું પણ ફાઇનલ

wtcના ફાઇનલમાં બુમરાહ, શમી, સિરાજનું પણ ટીમ ૧૧માં નકકીઃ ટીમ ઇન્ડિયાની બેલેન્સીંગ સ્કવોડ

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ થનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. સાઉથૈમ્પટનમાં ૧૮-૨૨ જૂન સુધી થનારા ખિતાબી મુકાબલા માટે  ભારતીય ટીમ ૨૫ ખેલાડીઓ સાથે ઈંગ્લેન્ડ ગઈ છે, જેમાં ૫ સ્ટેન્ડબાય ખેલાડી છે. ૧૫ સભ્ય ભારતીય ટીમમાં બે સ્પિનર, ૫ ફાસ્ટ બોલર, બે વિકેટકીપર અને ૬ બેટ્સમેન છે. જેમાંથી ૧૧ ખેલાડીઓને મેદાન પર ઉતારવામાં આવશે.

જે ૬ ખેલાડીઓને ટીમમાં જગ્યા મળી છે તે શુભમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે અને હનુમા વિહારી છે. જ્યારે ફાસ્ટ બોલરમાં ઈશાંત શર્મા. મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને ઉમેશ યાદવ છે. તે ઉપરાંત આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજા તરીકે રહેશે. સ્કવોડમાં ઋષભ પંત સાથે ઋદ્ધિમાન સાહાને જગ્યા મળી છે. જોકે, પંતની પસંદગી ઈલેવનમાં થાય તે નક્કી માનવામાં આવી રહ્યું છે.

ફાસ્ટ બોલરની વાત કરીએ તો મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ પ્લેઇંગ ૧૧નો હિસ્સો રહેશે. ત્રીજા પેસર માટે ઈશાંત શર્મા અને સિરાજમાં ટક્કર છે. આ બંને બોલરોએ પ્રેકિટસ મેચમાં પણ સારી બોંલીગ કરી. હવે જોવાનું રહેશે કે પ્લેઈંગ ૧૧માં આ બંનેમાંથી કોને સામેલ કરે છે.

ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, ઋષભ પંત, રિદ્ધિમાન સાહા, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મો. શમી, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજ. 

(3:22 pm IST)