Gujarati News

Gujarati News

News of Tuesday, 16th June 2020

ધોની ત્રણ નંબર પર રમ્યો હોત તો તેણે અત્યાર સુધીના મોટા ભાગના રેકોર્ડ તોડી નાખ્યા હોત : ગંભીર

મુંબઈ : વિરાટ કોહલીને માસ્ટર ઓફ ચેઝગિં તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ મહેન્દ્રસિંહ ધોની દુનિયાનો સૌથી બેસ્ટ ફીનીશર તરીકે જાણીતો છે. ગૌતમ ગંભીરનું કહેવું છે કે જો ધોની ત્રણ નંબર પર રમ્યો હોત તો તેણે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હોત.

રન ચેઝ કરવા માટે વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોનીમાંથી એકને પસંદ કરવા વિશે પૂછતા ગંભીરે કહ્યું હતું કે આ બે ખેલાડીને કમ્પેર કરવા ખૂબ મુશ્કેલ છે, કારણ કે એક ત્રણ નંબર પર રમે છે અને એક ં૬ અથવા ૭ નંબર પર રમે છે અને એક ૬ અથવા ૭ નંબર પર રમે છે. વર્લ્ડ ક્રિકેટે એક વસ્તુ મિસ કરી છે અને એ છે ત્રણ નંબર પર ધોનીનું રમવુ. તેણે ઘણા રન બનાવ્યા હોત અને ઘણા રેકોર્ડ તોડ્યા હોત. જો ધોનીએ ઈન્ડિયાની કેપ્ટન્સી ન કરી હોત અને તે ત્રણ નંબર પર રમ્યો હોત તો તે દુનિયાનો સૌથી એકસાઈટીંગ પ્લેયર હોત.

(3:40 pm IST)