Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

પ્રથમ મેચમાં ઝળકી રાહુલ અને રોહિતની જોડી : પાકિસ્તાન વિરુદ્ધ વર્લ્ડકપમાં બનાવ્યો નવો રેકોર્ડ : સચિન-ગાંગુલીને પાછળ મૂકી દીધા

રોહિત-રાહુલે 136 રનની ભાગીદારી નોંધાવી :

ન્યૂઝ 18 ગુજરાતી : આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં આજે ભારતની પાકિસ્તાન સામે મેચ યોજાઈ છે. પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપી હતી. ભારત પ્રથમ બેટિંગ કરતા સંગીન શરૂઆત કરી હતી. ભારત માટે સૌથી મોટો ચિંતાનો વિષય ઑપનિંગ જોડીનો હતો જોકે, ઇજાગ્રસ્ત શિખર ધવનના સ્થાને ટીમ મેનેજમેન્ટે કે.એલ.રાહુલને બેટિંગ આપી હતી

 . રાહુલ અને રોહિતની જોડીએ પ્રથમ મેચમાં જ દેશની પોપ્યુલર ઑપનિંગ જોડી સચિન-ગાંગુલીને પાછળ મૂકી દીધા હતા. રોહિત રાહુલની ઑપનિંગ જોડીએ 100 કરતાં વધુ રન નોંધાવી અને પાકિસ્તાન વિરુદ્ધ વર્લ્ડકપમાં નવો રેકોર્ડ નોંધાવ્યો હતો.
   અગાઉ વર્ષ 1992ના વર્લ્ડ કપમાં જાડેજા- શ્રીકાંતની જોડીએ પાકિસ્તાન સામે 25 રનની ભાગીદારી નોંધાવી હતી, જ્યારે 1996ના વર્લ્ડ કપમાં સચિન- સિદ્ધુની જોડીએ 90 રનની ભાગીદારી નોંધાવી હતી. 1999ના વર્લ્ડકપમાં સચિન-સદગોપન રમેશે 37 રનની ભાગીદારી નોંધાવી હતી. જ્યારે સચિન-સહેવાગે 2011માં 48 રન તો રોહિત અને ધવને 2015માં 34 રનની ભાગીદારી નોંધાવી હતી. પરંતુ રોહિત-રાહુલે 136 રનની ભાગીદારી નોંધાવી હતી.

ઑસ્ટ્રેલિયાના ધુરંધરો ઑપનર એરોન ફિંચ અને ડેવીડ વોર્નરે સદીની ભાદીદારીનો 24 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. પાકિસ્તાન વિરુદ્ધ 24 વર્ષથી કોઈ પણ ઓપનર 100 રન કરી શક્યું નહોતું. આ જોડીએ 100+ સ્કોર કરી અને 24 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.

(7:43 pm IST)