Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

પાકિસ્તાન ભારતના મિડલ ઓર્ડરને નિશાન બનાવેઃ વસીમ અકરમ

માન્ચેસ્ટરઃ પૂર્વ પાકિસ્તાની કેપ્ટન વસીમ અકરમના કહેવા મુજબ વિશ્વકપમા બંને ટીમો આમને-સામને રહેશે ત્યારે  પાકિસ્તાનના  બોલરોએ ભારતના મધ્યમક્રમને નિશાન બનાવવો જોઇએ.  ભારત-પાક. ના ઘણા મેચમાં નિર્ણાયક બનનારા અકરમને આશા છે કે મોહમદ આમીરની આગેવાનીમાં ભારતના મધ્યક્રમમાં કમજોરી શોધવામાં ટીમ સફળ બનશે. અકરમે કહ્યું હતુ કે ભારતનો ટોપ ઓર્ડર મજબૂત છે. જેમાં માત્ર વિરાટ કોહલી જ  નહી પણ રોહીત શર્મા પણ સામેલ છે. પરંતુ મિડલ ઓર્ડર થોડો નબળો હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાની બોલરોએ  આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવો જોઇએ. 

 

(1:04 pm IST)