Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

ભારતીય મહિલા તિરંદાજી ટીમને વિશ્વ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ

                  

ડેને બોશ : ભારતીય મહિલા કંપાઉડ ટીમના ખેલાડી જતોતિ સુરેખા વેનમ, મુસ્કાન કિરાર અને રાજ કોરે ડેન બોશા શનિવારે તુર્કીને ત્રણ અંકે હરાવીને વિશ્વ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. ભારતીય ટીમની જીતમાં એશિયન ગેમ્સમાં કાંસ્ય પદર વિજેતા જયોતિએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ખરાબ શરૂઆત બાદ તેણે આઠમાંથી છ પરફેકટ ૧૦ નિશાન લગાડયા હતા. જેનાથી ભારતે મુકાબલો રર૯-રર૬ થી જીત્યો હતો.  પહેલા દોરમા ભારતીય ટીમ પપ-પ૭ થી પાછળ રહી હતી. બીજા દોરમા ભારતે લય પકડતા પ૮-પ૩ થી ટીમ આગળ રહી હતી. ત્યારબાદ ત્રીજા દોરમા બંને ટીમ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. અને પ૮-પ૮ ને સ્કોર બરાબર રહ્યો હતો.  ચોથા દોરમા પણ ભારતીય ટીમે પ૮ નો સ્કારે કર્યો હતો.  જયારે તૂર્કીની ટીમ પ૭ અંક મેળવી શકી હતી.

(1:01 pm IST)