Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

તમે રીયલ ફ્રન્‍ટલાઇન હીરો છો, તમારા કમીટમેન્‍ટ અને ડેડીકેશન માટે સેલ્‍યુટ

દિકરાનો બર્થ-ડે સ્‍પેશયલ બનાવવા બદલ મેરી કોમે માન્‍યો દિલ્‍હી પોલીસનો આભાર

 નવી દિલ્‍હીઃ બોક્‍સર મેરી કોમના સૌથી નાના પુત્ર પ્રિન્‍સ કોમના  જન્‍મદિનને સ્‍પેશ્‍યલ બનાવવા બદલ મેરી કોમે દિલ્‍હી પોલીસનો આભાર માન્‍યો હતો.

મેરી કોમે એક વિડિયો પણ પોતાના સોશ્‍યલ મીડિયા અકાઉન્‍ટ પર અપલોડ કર્યો હતો, જેમાં પોલીસ અધિકારી તેના દિલ્‍હીના નિવાસસ્‍થાને કેક આપી જતો જોવા મળે છે. દિલ્‍હી પોલીસનો આભાર માનતાં મેરી કોમે ક્‍હયું કે ‘થેક યુ દિલ્‍હી પોલીસ, મારા સૌથી નાના દીકરા પ્રિન્‍સ કોમનો બર્થ-ડે સ્‍પેશ્‍યલ બનાવવા બદલ. તમે રિયલ ફ્રન્‍ટલાઇન હીરો છો. તમારા કમિટમેન્‍ટ અને ડેડિકેશન માટે તમને સેલ્‍યુટ.'

(2:27 pm IST)