Gujarati News

Gujarati News

એક મહિનાથી છપાતા'તા નકલી પાસઃ ૧૭ ઝડપાયા: રાજકોટમાં સતત બીજું કારસ્‍તાનઃ સુત્રધાર સ્‍ટુડિયો સંચાલક સિંધી યુવાનનુ રટણ...શું કરવું? ઘરના ભાડાના પૈસા પણ નહોતાં એટલે આવા ધંધા કરવા પડયા!! : ક્રાઇમ બ્રાંચની કામગીરીઃ પરસાણાનગરમાં રહેતાં અમિત મોટવાણીએ ઝુલેલાલ મંદિર પાસેના પોતાના રાજાવીર સ્‍ટુડિયોમાં ફોટોશોપની મદદથી કલેક્‍ટર તંત્રના લોકડાઉન મુક્‍તિ પાસ છાપવાનું શરૂ કર્યુ હતું: મિત્રો અનિલ મંગવાણી અને પરેશ પંજાબી ગ્રાહકો શોધતાં: કોઇએ પાસ બનાવડાવ્‍યા હોય તો સામેથી પોલીસનો સંપર્ક કરશે તો સાહેદમાં લેવાશે : એક પાસ બનીને પ્રિન્‍ટ નીકળી જાય પછી તરત અમિત તેને ડિલીટ કરી નાંખતો હતો : અમિત એક પાસના ૩૦૦ લેતોઃ અનિલ અને પરેશ આ પાસ ૧૦૦૦ કે ૧૨૦૦માં વેંચી રોકડી કરતાં! : અમિત પાસે સોૈ પહેલા અનિલ નમુનાનો પાસ લઇને આવતાં અમિતે પ્રથમ નકલી પાસ બનાવ્‍યોઃ ત્‍યારબાદ પરેશ પંજાબી કોૈભાંડમાં જોડાયોઃ ઇલેક્‍ટ્રીશીયન, મિષાી, એ.સી.-આર.ઓ. રિપેરર સહિતના ૨૦ જેટલાને પાસ વેંચ્‍યાનું કબુલ્‍યું: પાસ ખરીદનારાઓની પણ ધરપકડ : મહિલા કોલેજ અન્‍ડર બ્રિજ ચોકી ખાતે પીએસઆઇ એચ. બી. ધાંધલ્‍યા, હેડકોન્‍સ. રઘુભા વાળા, પ્રદિપસિંહ જાડેજા, રાજેશભાઇ બાળા, સિધ્‍ધરાજસિંહ જાડેજા, સુભાષભાઇ સહિતની ટીમને બે ઇલેક્‍ટ્રીશીયન યુવાનો પાસે નકલી પાસ હોવાની માહિતી મળતાં કોૈભાંડ ખુલ્‍યું : આરોપીઓના કોરોના ટેસ્‍ટ કરાવવા તજવીજ access_time 3:18 pm IST

બચત સ્‍કીમના નામે મુસ્‍લિમ મહિલા કરિશ્‍માનું કરોડોનું ફૂલેકુ!: રાજકોટમાં આઠેક વર્ષથી કે. ડી.આર. ક્રેડિટ કો.ઓ. સોસાયટી લી.ના બચત એજન્‍ટ તરીકે વ્‍યવસ્‍થિત કામ કર્યુ'તું હવે ભેદી રીતે ગૂમ : બજરંગવાડી-રાજીવનગરના ૨૨ લોકોએ લાખો ગુમાવ્‍યાઃ પોલીસને લેખિત ફરિયાદઃ શહેરભરના મુસ્‍લિમ વિસ્‍તારોમાં મુસ્‍લિમ પરિવારોને જ નિશાન બનાવ્‍યાનો આક્ષેપઃ મહિલા કરિશ્‍મા બુંબાણીનો ફોન સતત બંધઃ પુનિતનગરનું મકાન તેની નણંદને લાખોમાં વેંચી નાંખ્‍યાનું છેતરાયેલાઓનું કથન : છેતરાયેલા પૈકીના અસલમ બાવાણીએ કહ્યું-પાકતી મુદ્દતે અમે નાણા માટે ફોન કરતાં ફોન સતત બંધ આવ્‍યોઃ ઘરે તપાસ કરવા જતાં ખબર પડી કે કરિશ્‍માબેન જ્‍યાં રહેતાં હતાં એ મકાન પાવર ઓફ એટર્ની કરી તેના નણંદને આપી કરિશ્‍માબેન તથા તેના પતિ અહેમદભાઇ સહિતના નીકળી ગયા છે! : લોકડાઉનમાં ઘરે બેઠા કામ કરવાના બહાને થોડા દિવસ પહેલા જેની મુદ્દતે રકમ પાકતી હતી તેની પાસબૂકો લઇ ગયાનો આક્ષેપ : બજરંગવાડી, રાજીવનગર, નહેરૂનગર, મોચીબજાર, જંગલેશ્વર, દૂધની ડેરી, ઘાંચીવાડ, ખત્રીવાડ, રામનાથપરા સહિતના વિસ્‍તારમાં સેંકડોને શીશામાં ઉતાર્યા access_time 3:22 pm IST

રવીવારથી BPL અંત્યોદય કાર્ડ હોલ્ડરોને 'મફત' અનાજ વિતરણ...: રાશનીંગ દુકાનો ઉપર રાજકોટ શહેર-જીલ્લાની ૭૦૦ માંથી ૪રપ દુકાનો ઉપર માલ પહોંચી ગયોઃ ૧૬ મી સુધીમાં બધુ આવરી લેવાશે : શહેર અને તાલુકાઓના ગોડાઉનોમાં પુરતો જથ્થોઃ ડોર સ્ટેપ ડિલીવરી ચાલુઃ દુકાનોમાં જગ્યા નહિ હોય તો કહેશે ત્યારે પુરવઠો ઉતારાશે : કેન્દ્ર-રાજયનો જથ્થો આ વખતે એકી સાથે વિતરણ હોય કાર્ડ હોલ્ડર ઘરે કેમ પહોંચશે, પેચીદો પ્રશ્ન : રર૭૪૧ અંત્યોદય કાર્ડ હોલ્ડરોને રપ કિલો ઘઉં ઉપરાંત કેન્દ્રના : વ્યકિત દિઠ ૩ાા કિલો ઘઉં-૧ાા કિલો ચોખા તથા ખાંડ -મીઠુ અપાશેઃ જયારે NFSA અને નોન NFSA BPLકાર્ડ ધારકોને રાજય-કેન્દ્રના થઇને વ્યકિત દિઠ-૭ કિલો ઘઉં-૩ કિલો ચોખા-ચણા-ખાંડ-મીઠુ અપાશેઃ DSO પુજા બાવડાની 'અકિલા' સાથે વાતચીત : રાજકોટ શહેર-જીલ્લામાં કુલ૧રાા લાખ લોકોને સતત ત્રીજી વખત પુરવઠો મળશે access_time 11:35 am IST