Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

એશિયાઈ ગેમ્સમાં ગોલ્ડ પદક વિજેતા હાકમ સિંહનું નિધન

નવી દિલ્હી: એશિયાઈ ગેમ્સના ગોલ્ડ મેડલ જીતનાર એથ્લીટ હાકમ સિંહનું પંજાબના સંગરુરમાં આવેલ હોસ્પિટલમાં નિધન થયું છે. તે છેલ્લા ઘણા સમયથી બીમારીથી પીડાતા હતા. તેમની ઉંમર 64 વર્ષની હતી. હાકમ શીને બેંકોકમાં 1978 એશિયાઈ ગેમ્સમાં 20 કિલોમીટર ધીમી ચાલમાં ગોલ્ડ મેડલ મેળવ્યું હતું.ધ્યાનચંદ પુરસ્કારથી સન્માનિત હાકમ સિંહે 6 શીખ રેજિમેન્ટમાં હવલદાર તરીકે ફરજ પુરી કરી હતી.

(1:20 pm IST)