Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

યો-યો ટેસ્ટમાં કોહલી પાસ : અંબાતી રાયડુ ફેઈલ

નવી દિલ્હી :ટીમ ઈન્ડિયા કેપ્ટન વિરાટ કોહલીએ આજે યો-યો ટેસ્ટ પાસ કરી લીધો છે. હવે તે આયરલેન્ડમાં રમાનારી 2 ટી-20 મેચોની સીરીઝમાં ભાગ લઈ શકશે. જોકે દોઢ વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં પસંદ કરાયેલા અંબાતી રાયડુએ આઈપીએલમાં શાનદાર ફોર્મમાં હતો પરંતુ ટેસ્ટમાં ફેલ થઈ ગયો છે, હવે ટીમ ઈન્ડિયાના ફિટનેસના સ્પષ્ટ નિયમોના આધાર પર તેને ટીમમાંથી બહાર થવું પડશે.

(12:55 am IST)