Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

ચક દે... ભારતે વર્લ્‍ડ ચેમ્‍પિયન જર્મનીને પછાડયું

એફઆઈએચ પ્રો લીગ ટૂર્નામેન્‍ટમાં સતત ત્રીજી જીતઃ જર્મની સામે પાંચ વર્ષથી ન હારવાનો ભારતનો રેકોર્ડ

નવી દિલ્‍હીઃ રુરકેલામાં ચાલતી પુરૂષ હોકી ખેલાડીઓની એફઆઈઇએય પ્રો લીગ ટુર્નામેન્‍ટમાં ભારતે વર્લ્‍ડ ચેમ્‍પિયન જર્મનીને સતત બીજીવાર હરાવ્‍યું હતું. ભારતીય ટીમ એક ગોલથી પાછળ હતી, પણ લાગલગાટ ચાર ગોલ કરીને સરસાઈ મેળવી લીધી હતી અને છેવટે જર્મનીને ૬-૩થી પરાજય ચખાડ્‍યો હતો.

ટુર્નામેન્‍ટમાં ભારતની આ સતત ત્રીજી જીત હતી. હકીકતમાં જર્મની સામે ભારત પાંચ વર્ષથી નથી હાર્યું. છેલ્લે ૨૦૧૭માં ભુવનેશ્વરમાં ભારતની જર્મની સામે હાર થઈ હતી.

જર્મની સામેની મેચમાં ભારત વતી અભિષેક (બે ગોલ), કાર્તિ (બે ગોલ), જુગરાજ સિંહ અને હરમનપ્રીત સિંહે ગોલ કર્યા હતા

(4:45 pm IST)