Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

બુમરાહ બોલીંગ રનઅપ વધારે

જેથી પીઠની સમસ્‍યા દૂર થશે, બોલીંગમાં પેસ અને પાવર આવશેઃ બ્રેટલી

નવી દિલ્‍હીઃ ઓસ્‍ટ્રેલીયાના ભૂતપૂર્વ ફાસ્‍ટ બોલર બ્રેટ લીએ કહ્યું છે કે ભારતના મુખ્‍ય ફાસ્‍ટ બોલર જસપ્રીત બુમરાહે પોતાની બોલિંગની બાબતમાં થોડા ફેરફાર કરવા જોઈએ જેમાં ખાસ કરીને તેણે બોલિંગ રન- અપ વધારવો જોઈએ જેથી તે પોતાની વિશિષ્‍ટ બોલિંગ- એકશનમાંથી રાબેતા મુજબના પેસ અને પાવરને બહાર લાવી શકે.

રેકોર્ડ ઘણો સારો છે, પરંતુ કમનસીબે થોડા સમયથી તે પીઠની ઈજાને કારણે નથી રમી શકયો. તેના માટે મારી એક જ સલાહ છે કે તેનો રન-અપ ખૂબ ટૂંકો હોવાથી તેણે થોડું દોડ્‍યા બાદ પેસ અને પાવરને બહાર લાવી દેવા પડે છે. મને લાગે છે કે થોડા સમયમાં બુમરાહ પોતાનો બોલિંગ રન-અપ થોડો લંબાવશે જેથી પીઠ પરનું પ્રેશર ઓછું થઈ શકે.

(4:42 pm IST)