Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

હાર્દિક કેપ્‍ટનશીપને હળવાશથી લ્‍યે છે, બીજા ઉપર જવાબદારી ઢોળતો નથીઃ ગાવસ્‍કર

સાથી ખેલાડીનો ઉત્‍સાહ વધારે છે, વર્લ્‍ડકપ પછી આ ઓલરાઉન્‍ડને વન-ડેની કેપ્‍ટનશીપ મળી શકે

નવી દિલ્‍હીઃ ટીર૦ ઇન્‍ટરનેશનલ્‍સમાં ભારતીય ટીમના નેતૃત્‍વની જવાબદારી ઓલરાઉન્‍ડર હાર્દિક  પંડયાને સોંપવામાં આવી છે, હવે  વન-ડેમાં પણ તેને નિયમિત કેપ્‍ટન્‍સી સોંપવામાં આવે એ દિવસો બહુ દૂર નથી.

પી.ટી.આઈ.ના અહેવાલ મુજબ ભૂતપૂર્વ કેપ્‍ટન સુનીલ ગાવસકરે તો સ્‍ટાર સ્‍પોર્ટ્‍સને  કહ્યું કે ‘શુક્રવાર, ૧૭ માર્ચે વાનખેડે  સ્‍ટેડિયમમાં ઓસ્‍ટ્રેલિયા સામે રમાનારી સિરીઝની પ્રથમ ઓડીઆઇમાં રોહિત  શર્મા નથી રમવાનો અને એ મેચનું સુકાન હાર્દિકને સોંપવામાં આવ્‍યું છે. જો ભારત હાર્દિકની કેપ્‍ટન્‍સીમાં એ મેચ જીતશે તો હાર્દિક ઓકટોબર- નવેમ્‍બરના વન-ડે વર્લ્‍ડ કપ બાદ ઓડીઆઈની કેપ્‍ટન્‍સી માટે આડકતરી રીતે દાવો કરી શકશે.

મારી દ્રષ્‍ટિએ હાર્દિક મિડલ- ઓર્ડરમાં સારો ઈમ્‍પેકટ પ્‍લેયર તેમજ ગેમ- ચેન્‍જર પણ બની શકે છે. ગુજરાત ટાઈન્‍સની ટીમમાં તેને મેં પોતાની જવાબદારી પોતે જ ઉપાડતો જોયો હતો. તે જરૂર લાગતાં બેટિંગ- ઓર્ડરમાં ઉપર આવી જતો હતો અને એ જવાબદારી બીજા પર ઢોળવાનું ટાળતો હતો. તેની કેપ્‍ટન્‍સીમાં મને તેના સાથીઓ હળવાશ અનુભવતામ જોવા મળ્‍યા છે, જે બહુ સારો સંકેત કહેવાય. ભેગા થઈને ઊભા હોઈએ ત્‍યારે કેપ્‍ટન સાથીઓના ખભા પર હાથ રાખીને ઊભો હોય એમાં સાથીઓને માનસિક રીતે ઘણી રાહત મળે  અને મેચ માટેનો ઉત્‍સાહ પણ વધે, તે હંમેશાં સાથીઓને તેમની નેચરલ ગેમ રમવા ઉત્તેજન આપતો હોય છે જે ટીમ માટે બહુ સારૂં કહેવાય.

(4:35 pm IST)