Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

હાર્દિકની અગ્નિ પરીક્ષા પ્રથમ વખત કરશે વન-ડેમાં કેપ્‍ટનશીપ

નવી દિલ્‍હીઃ ટીમ ઈન્‍ડિયા આ વર્ષે અત્‍યાર સુધીમાં છ વનડે રમી ચૂકી છે અને એ બધામાં ટીમ ઈન્‍ડિયાની કેપ્‍ટનશિપ રોહિત શર્માએ સંભાળી છે અને  એક પણ મેચ હારી નથી.

૧૭ માર્ચના મુંબઈના વાનખેડે  સ્‍ટેડિયમમાં પહેલી મેચ રમાવવા જઈ રહી છે અને બંને ટીમ ત્‍યાં પંહોચી ગઈ છે.  બંને ટીમ આજથી પ્રેકિટસ શરૂ કરશે.

આ બધા વચ્‍ચે હાર્દિક પંડ્‍યા જેને પહેલી વનડે માટે કેપ્‍ટન બનાવવામાં આવ્‍યો હતો તે હવે તેની સામે એક મોટો પડકાર છે. આ સાથે જ રોહિત શર્મા પહેલી મેચ બાદ બીજી મેચથી ટીમ ઈન્‍ડિયામાં જોડાશે.હાર્દિક પંડયા સામે હાલ એક મોટી ચેલેન્‍જ હશે કારણ કે આખી ઓસ્‍ટ્રેલીયા ટીમ તેને માટે નવી હશે. હાર્દિક પંડયા ટેસ્‍ટ સીરિઝનો હિસ્‍સો નહતા અને હવે વનડેમાં ફરી આવી રહ્યા છે. આટલું જ નહીં પણ હાર્દિક પંડયા પર હાલ એક મોટી જવાબદારી એ છે જે રોહિત શર્માએ આ વર્ષે વન ડેમાં કરી બતાવ્‍યું છે એ એમને પણ કરવું પડશે.

(12:15 pm IST)