Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

એલિસ્ટર કૂકે મેળવી આ સિદ્ધિ

નવી દિલ્હી:એલિસ્ટર કૂક ૧૫૦ ટેસ્ટ રમનાર દુનિયાના આઠમાં અને ઇંગ્લેન્ડના પ્રથમ ક્રિકેટર બની ગયા છે. તેમને ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે પર્થમાં શરૂ થયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં આ ખાસ સિદ્ધિ મેળવી હતી. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન એલન બોર્ડર સૌથી પહેલા ૧૫૦ ટેસ્ટ મેચ રમનાર ક્રિકેટર બન્યા હતા પરંતુ સૌથી વધુ ટેસ્ટ રમવાનો રેકોર્ડ ભારતના સચિન તેંડુલકરના નામે છે જેમને ૨૦૦ ટેસ્ટ રમી છે.ભારત સામે માર્ચ ૨૦૦૬ માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરનાર એલિસ્ટર કૂક સૌથી ઓછા સમયમાં આ સિદ્ધિએ પહોંચ્યા છે. તેમને પોતાના ડેબ્યુ બાદ માત્ર ૧૧ વર્ષ ૨૮૮ દિવસમાં ૧૫૦ મી ટેસ્ટ મેચ રમી હતી. ડાબા હાથના આ બેટ્સમેન ભારતના ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડના રેકોર્ડને તોડ્યો જેમને ડેબ્યુ બાદ ૧૫૦ મી ટેસ્ટની સિદ્ધિએ પહોંચવા માટે ૧૪ વર્ષ ૨૦૦ દિવસ લીધા હતા.

(5:50 pm IST)