Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

બે ભારતીયો પર એસિઝ ટેસ્ટ ફિક્સિંગનો આરોપ

નવી દિલ્હી:ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ પ્રતિષ્ઠિત એસીઝ સીરીઝમાં ફિક્સિંગના આરોપો સામે આવ્યા છે. ઈંગ્લેન્ડના એક મીડિયા હાઉસે દાવો કર્યો છે કે એસીઝ સીરીઝની ત્રીજી સીરીઝ ફિક્સ કરવા માટે ભારતના બે બુકીઓએ તેમનો સંપર્ક કર્યો હતો. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પર્થમાં અત્યારે ત્રીજી ટેસ્ટ રમાઈ રહી છે. ત્યારે સમાચારપત્રએ દાવો કર્યો છે કે આ બુકીઓએ જણાવ્યુ હતું કે દોઢ કરોડ રૂપિયામાં તેઓ ક્રિકેટજગતની કોઈપણ મેચ ફિક્સ કરી શકે છે. તેમણે જણાવ્યુ હતું કે અમે આઈપીએલ, બિગબેશ અને એસીઝ સીરીઝ સુધી ફિક્સ કરી શકીએ છીએ. બુકીઓએ દાવો કર્યો હતો કે અમે કઈ ઓવરમાં કેટલા રન બનશે, કયા સેશનમાં કેટલા રન બનશે અથવા કેટલી વિકેટ પડશે સહિતની તમામ બાબત ફિક્સ કરી શકીએ છીએ.

(5:49 pm IST)