Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

ઘરેલુ ક્રિકેટર્સના નાણાકીય હિતોને પ્રાધાન્યઃ દુનિયાની સૌથી મોટી ક્રિકેટ સંસ્‍થાને ચલાવવી તેના માટે અેક પડકારઃ સૌરવ ગાંગુલી

મુંબઇ: ટીમ ઇનિડ્યાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને ક્રિકેટની સૌથી મોટી સંસ્થા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવે તે નક્કી છે. જ્યારે ચૂંટણી પ્રક્રિયા પૂરી થવામાં ઓછામાં ઓછો એક અઠવાડીયાનો સમય પણ સમય બાકી છે. પોતાની પસંદગી નક્કી થવાની વચ્ચે ગાંગુલીનું કહેવું છે કે, દુનિયાની સૌથી મોટી ક્રિકેટ સંસ્થાને ચલાવી તેમના માટે એક પડકાર હશે. આ ઉપરાંત તેમને ઘરેલૂ ક્રિકેર્ટ્સના નાણાકીય હિતોને પ્રાધાન્ય આપવાનું કહ્યું હતું.

ઉમેદવારી નોંધાવતા પહેલા જ નક્કી થઇ ગયું સૌરવનું નામ

આગામી 23 ઓક્ટબરના બીસીસીઆઇની જગ્યાઓ માટે ચૂંટણી યોજાવવાની છે. જેના માટે ઉમેદવારી નોંધાવવાની તારીક સોમવાર 14 ઓક્ટોબર છે. શનિવાર અને રવિવારના દિલ્હી અને મુંબઇમાં યોજાયેલી દેશભરના રાજ્ય ક્રિકેટ એસોસિયેશનના અધિકારીઓની બેઠક બાદ રવિવારના અંતમાં સૌરવ ગાંગુલીનું નામ BCCIના પ્રેસિડેન્ટ પદ માટે નક્કી થયું હતું. આ સાથે જ બ્રિજેશ પટેલને આઇપીએલ ચેરમને બનાવવાનું નક્કી થયું છે.

શું કહ્યું ગાંગુલીએ

ગાંગુલીએ કહ્યું કે, ‘હું આ પદ પર નિમણૂક થઈને ખુશ છું. આ મારા માટે કંઇક કરવા માટે મોટી તક છે જ્યારે બીસીસીઆઈની છબી સારી નથી. તમે બિનહરીફ ચૂંટાઇ જાઓ કે નહીં, તે એક મોટી જવાબદારી છે કારણ કે તે ક્રિકેટની દુનિયાની સોથી મોટી સંસ્થા છે. ભારત એક મોટી શક્તિ છે. તે એક મોટો પડકાર હશે.

જુલાઈ 2020 સુધી આ પદ પર રહી શકશે ગાંગુલી

રવિવારે ગાંગુલી ઉપરાંત બ્રિજેશ પટેલ અને જય શાહ પણ પ્રમુખ પદની રેસમાં સામેલ થયા હતા, પરંતુ દિવસના અંતે ગાંગુલીએ બાજી મારી હતી. ગાંગુલીના નામ ભલે નક્કી થઇ ગયું હોય, પરંતુ તેઓ જુલાઈ 2020 સુધી જ આ પદ પર રહી શકશે, કેમ કે ત્યારબાદ તેમણે નવા નિયમો અનુસાર કૂલિંગ ઓફ પીયરેડના અંતર્ગત આ પદ છોડવું પડશે. નવા બીસીસીઆઇ નિયમો અનુસાર એક વ્યક્તિ ફક્ત છ વર્ષ સુધી વહીવટી પદ પર રહી શકે છે.

કઇ હશે પ્રાથમિકતા

આ નિયમ અંગે ગાંગુલીએ કહ્યું હતું કે, "આ નિયમ છે, પરંતુ અમારે તેના હિસાબથી આગળ વધવુ પડશે. મારી પ્રથમ પ્રાથમિકતા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરોને ધ્યાન રાખવાનું હશે. મેં સંચાલકોની સમિતિને વિનંતી કરી અને તેઓએ તેના પર ધ્યાન આપ્યું. ક્રિકેટરોની નાણાંકીયતા રણજી ટ્રોફી ક્રિકેટમાં રસ રહેશે.

(5:59 pm IST)