Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

સ્પેનીશ ફૂટબોલ ફેડરેશને કોચ લોપેતેગુઈની હકાલપટ્ટી

નવી દિલ્હી: ફિફા ફૂટબોલ વર્લ્ડ કપના પ્રારંભના એક દિવસ અગાઉ સ્પેનીશ ફૂટબોલ ફેડરેશને કોચ તરીકે લોપેતેગુઈની હકાલપટ્ટી કરતાં ફૂટબોલ જગતે આંચકો અનુભવ્યો હતો. લોપેતેગુઈને સ્પેનની હાઈપ્રોફાઈલ ફૂટબોલ કલબે કોચ તરીકે પસંદ કર્યા છે અને તેની જાહેરાત હજુ ગઈકાલે કરવામાં આવી હતી, જેના પગલે સ્પેનિશ ફેડરેશને તાકીદનો નિર્ણય લીધો હતો. હવે તેમના સ્થાને રિયલ મેડ્રિડના ભૂતપૂર્વ ખેલાડી એવા ફર્નાન્ડો હિયેરોને જવાબદારી સંભાળી લેવા જણાવી દેવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૦માં ચેમ્પિયન બનેલું સ્પેન ચાર વર્ષ પહેલા રમાયેલા વર્લ્ડ કપમાં ગુ્રપ સ્ટેજમાં હારીને બહાર ફેંકાયું હતુ. હવે રાતોરાત કોચની હકાલપટ્ટી કરવાનો સ્પેનિશ ફેડરેશનનો નિર્ણય ટીમના ખેલાડીઓ પર કેવી અસર પાડશે તે તો આવનારો સમય કહેશે. નોંધપાત્ર છેક , સ્પેનની ટીમ શુક્રવારે પોર્ટુગલ સામે ટકરાશે. સ્પેનના ફેડરેશને લોપેતેગુઈની હકાલપટ્ટી માટે એવું કારણ આપ્યું હતુ કે, તેઓએ સ્પેનિશ ફૂટબોલ ફેડરેશનને વિશ્વાસમાં લીધા વિના રિયલ મેડ્રિડ સાથે વાટાઘાટો કરી હતી અને કોન્ટ્રાક્ટ ફાઈનલ કર્યો હતો. હવે સ્પેનના સ્પોર્ટિંગ ડાયરેક્ટર તરીકે કામગીરી સંભાળતાં ફર્નાન્ડો હિયેરોને કોચિંગની જવાબદારી સોંપાઈ છે. લોપેતેગુઈ વર્ષ ૨૦૧૬માં ડેલ બોસ્કની વિદાય બાદ સ્પેનના કોચ બન્યા હતા. તેમના માર્ગદર્શનમાં સ્પેન ૨૦માંથી ૧૪ મેચ જીતી હતી. જ્યારે બાકીની તેમણે ડ્રો કરી હતી.

(4:00 pm IST)