Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પછી 300 ક્લબમાં સામેલ થયો ઝ્લાટન ઇબ્રાહિમોવિક

નવી દિલ્હી: ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી પછી ઝ્લાટન ઇબ્રાહિમોવિક યુરોપની ટોચની પાંચ લીગમાં 300 ગોલ કરનારો ત્રીજો ફૂટબોલર બન્યો. ઇબ્રાહિમોવિકે એસી મિલાન માટે ઉડીનીસ સામે ગોલ કરીને આ આંકડાને સ્પર્શ કર્યો હતો. તેની પાસે હવે મિલાન માટે 73 ગોલ, ઇન્ટર મિલાન માટે 57 ગોલ, જુવેન્ટસ માટે 23 ગોલ, લીગ વનમાં PSG માટે 113 ગોલ, પ્રીમિયર લીગમાં માન્ચેસ્ટર યુનાઇટેડ માટે 18 અને લા લીગામાં બાર્સેલોના માટે 16 ગોલ છે.

(5:06 pm IST)