Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

ભાજપના મહિલા ધારાસભ્ય શ્રેયસી સિંહે નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જિત્યો

રાજકારણની સાથે રમતના મેદાનમાં પણ ધાર્યુ નિશાન : ડબલ ટ્રેપ કેટેગરીમાં ગોલ્ડ જીત્યો : ૧૦ દિવસમાં બીજી વખત નેશનલ લેવલે ગોલ્ડ મેળવ્યો

નવી દિલ્હી, તા.૧૩: ખેલાડીઓ જો રાજકારણમાં ઝુકાવે તે પછી તેઓ રમતના મેદાન પર સક્રીય રહેતા નથી અને રાજકારણના મેદાનમાં વધારે દેખાતો હોય છે. જોકે ભાજપના બિહારના મહિલા ધારાસભ્ય શ્રેયસી સિંહ તેમાં અપવાદ છે.

તેમણે પંજાબમાં રમાઈ રહેલી  ૬૪મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ડબલ ટ્રેપ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જિત્યો છે.૧૦ દિવસમાં તેઓ બીજી વખત નેશનલ લેવલ પર ગોલ્ડ જીત્યા છે.

શ્રેયસી સિંહ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દિવંગત નેતા દિગ્વિજયસિંહ અને પૂર્વ સાંસદ પુતુલ દેવીની પુત્રી છે અને શૂટિંગની ઈન્ટરનેશનલ પ્લેયર પણ છે.૨૦૧૮માં કોમનવેલ્થ ગેમ્સમાં તેમણે ભારત માટે ગોલ્ડ મેડલ જિત્યો હતો.

ધારાસભ્યની સિધ્ધિથી તેમના મત વિસ્તારના લોકો ખુશ છે.શ્રેયસી સિંહને બિહારના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે અભિનંદન આપ્યા છે.શ્રેયસી સિંહને તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાની કેન્દ્રીય કારોબારીના સભ્ય પણ બનાવાયા છે.ધારાસભ્ય બન્યા બાદ તેમણે ઓનલાઈન એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જિત્યો હતો.

(3:22 pm IST)