Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

અનુષ્કાનું વિરાટ માટે પ્રેમભર્યો સંદેશ

નવી દિલ્હી : અનુષ્કા શર્માએ  સોશ્યલ મિડીયામાં શેર કરી લખ્યુ, કોઈ રસ્તો સરળ નથી. ઘરમો કોઈ શોર્ટકટ નથી. તમારા ફેવરેટ ગીત અને શબ્દ, જેની સાથે તમે હંમેશા જીતો છો. આ શબ્દ સંબંધ સહિત દરેક વસ્તુ માટે છે. ધારણાઓથી ભરેલી આ દુનિયામાં તમારા જેવા વ્યકિત માટે એવું કહેવા માટે સાહસ જોઈએ. તેણે આગળ કહ્યું કે જ્યારે મને તેની જરૂર પડી તો મને પ્રેરિત કરવા માટે ધન્યવાદ.

 સમાન વ્યકિતત્વ વાળાના લોકોના લગ્ન ત્યારે જ સંભવ હોય છે. જ્યારે બન્ને સુરક્ષિત હોય. તમે સૌથી સુરક્ષિત વ્યકિત છો. જેવું મે પહેલા કહ્યું, ભાગ્યશાળી એ છે જે વાસ્તવમાં તમને ઓળખે છે. પ્રેમ, ઈમાનદાર, પારદર્શિતા અને સન્માન, હંમેશા માર્ગદર્શન કરે છે.

તેના પર વિરાટ કોહલીએ લખ્યું, તમે મારી દુનિયા છો . કેપ્ટન્સીથી હટાવ્યા બાદ અત્યાર સુધી કોહલીની તરફથી કોઈ ઓફીશીયલ નિવેદન નથી આપ્યું. ત્યાર બાદ કોહલીએ પણ સોશિયલ મીડિયા પર અનુષ્કા શર્મા અને દિકરી વામિકાની સાથે એક ફોટો શેર કર્યો છે. 

(2:37 pm IST)