Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

મેચમાં તમારૂ બેસ્ટ આપો, ખેલાડીઓ સાથે મજબુત સંબધ બનાવવા છેઃ રોહીત

કેપ્ટન તરીકે નહિ, મારા માટે મારા કામ ઉપર ધ્યાન આપવું મહત્વપૂર્ણ

નવી દિલ્હીઃ બીસીસીઆઇએ ટ્વિટર પર રોહિતનો એક વીડિયો શેર કર્યો છે.  રોહિતે વીડિયોમાં કહ્યું, કે જ્યારે તમે ભારત માટે ક્રિકેટ રમો છો, ત્યારે દબાણ હંમેશા વધારે હોય છે. ઘણા લોકો તેના વિશે વાત કરતા હશે, પછી તે સકારાત્મક હોય કે નકારાત્મક. મારા માટે, અંગત રીતે, એક ક્રિકેટર તરીકે મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને લોકો જેની વાત કરી રહ્યા છે તેના પર ધ્યાન ન આપવું મહત્વપૂર્ણ છે, કારણ કે તમે તેને નિયંત્રિત કરી શકતા નથી. 

 ૩૪ વર્ષીય ખેલાડીએ એ પણ ઉલ્લેખ કર્યો કે તે ઇચ્છે છે કે ખેલાડીઓ ભારત માટે રમતી વખતે મજબૂત બોન્ડ શેર કરે અને બહારના અવાજ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે માત્ર તેના હાથ પર ધ્યાન કેન્દ્રિત કરે.

 જ્યારે તમે તમારા દેશ માટે રમે છે ત્યારે તમારા પર ઘણું દબાણ હોય છે.  ઘણા લોકો તેના વિશે વાત કરે છે.  કેટલાક લોકો હકારાત્મક અને કેટલાક નકારાત્મક વાતો કરે છે. એક ક્રિકેટર તરીકે, કેપ્ટન નહીં, મારા માટે મારા કામ પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. લોકો શું બોલે છે તેના પર ધ્યાન આપવાની જરૂર નથી.  

  રોહિત શર્માએ કહ્યું, ટીમ માટે પણ મારો આ સંદેશ છે. જ્યારે તમે હાઈ પ્રોફાઈલ ટુર્નામેન્ટ રમો છો ત્યારે ઘણી બધી વસ્તુઓ થાય છે.  આપણા હાથમાં જે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું આપણા માટે મહત્વપૂર્ણ છે. મેચ રમવા અને જીતવા પર ધ્યાન આપો.  તમે તમારી રમત માટે જાણીતા છો તે રીતે રમો.  બહાર જે કંઈ થાય છે તેનો કોઈ અર્થ નથી.  ટીમમાં આપણે એકબીજા વિશે શું વિચારીએ છીએ તે મહત્વનું છે. અમે ખેલાડીઓ વચ્ચે મજબૂત સંબંધ બનાવવા માંગીએ છીએ.  તે આપણને આપણું લક્ષ્ય હાંસલ કરવામાં મદદ કરે છે. રાહુલ દ્રવિડ પણ આમાં અમને મદદ કરશે.

(2:37 pm IST)