Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

હાર્દિકની પીઠના સ્નાયુઓ મજબુત નથી, મેં તેને પહેલા જ ચેતવણી આપી હતીઃ શોએબ

ભુવીએ પીઠનો ભાગ મજબુત બનાવવો પડશે, શમીએ સ્લિમ થવું જરૂરી, બુમરાહે મસલ્સ બનાવવા જોઇએ

 નવી દિલ્હીઃ આકાશ ચોપરાની યુટ્યુબ ચેનલ પર બોલતા, અખ્તરે ખુલાસો કર્યો કે તેણે પહેલાથી જ હાર્દિકની ફિટનેસની આગાહી કરી હતી.અખ્તરે કહ્યું, 'મેં દુબઈમાં જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યાને પણ કહ્યું હતું કે તે અન્ય ખેલાડીઓની જેમ બોલિંગ કરી શકશે નહીં કારણ કે તેની પીઠના સ્નાયુઓ મજબૂત નથી.' તેણે ઉમેર્યું, મેં તેની (હાર્દિક) પીઠને સ્પર્શ કર્યો, જેનાથી મને લાગ્યું કે તેની પીઠના સ્નાયુઓ એટલા મજબૂત નથી. તેથી, મેં તેને ચેતવણી આપી હતી કે તે ઘાયલ થઈ શકે છે.

  અખ્તરે એમ પણ કહ્યું કે તેણે હાર્દિકને તેની પીઠના સ્નાાયુઓ વધારવાની સલાહ આપી હતી.  ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીને ફિટ રહેવા માટે કેટલીક ટિપ્સ આપી હતી.બોલિંગ ટ્યુટોરીયલ વિડીયોમાં શોએબ અખ્તરે ૨૦૧૮ એશિયા કપને યાદ કરતા કહ્યું કે જ્યારે તે ભારત-પાકિસ્તાન મેચ પહેલા હાર્દિક પંડ્યાને મળ્યો ત્યારે તેનું સ્લિમ બોડી જોઈને મેં તેને ચેતવણી આપી હતી કે તેને ઈજા થવાનું જોખમ છે. મારી ચેતવણીના થોડા સમય પછી, તેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવામાં આવ્યો.

 શોએબ અખ્તરનું માનવું છે કે ત્રણ વરિષ્ઠ ભારતીય ફાસ્ટ બોલરોએ ઈજાથી બચવા માટે ફિટનેસ જાળવી રાખીને તેમના સ્નાાયુઓ પર કામ કરવું પડશે.

 ભુવનેશ્વરે તેની ગ્લુટ્સ, હેમસ્ટ્રિંગ, પીઠની નીચે અને ઉપરના ધડને મજબૂત બનાવવો પડશે.  બીજી તરફ, શમીએ તેના ઉપરના શરીરને થોડું સ્લિમ કરવું પડશે.  બુમરાહ માટે પણ આવું જ છે અને તેણે પણ તેના સ્નાાયુઓ બનાવવાનું કામ કરવું પડશે.  જ્યારે તમે શ્રેણી રમવા જાઓ છો, ત્યારે તમે ૬ ઇંચના સ્નાયુઓ સાથે જાઓ છો અને પાછા ફરતી વખતે તે ૨ ઇંચ જ રહે છે.  તે જણાવે છે કે સ્નાયુઓ પર કેટલું દબાણ છે.  તેથી જો તમારે ઝડપથી દોડવું હોય તો તમારે મસલ્સ બનાવવા પડશે.

(2:35 pm IST)