Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

હરભજનસિંહે છાતી પર ટેટુ બનાવીને રજનીકાંતને જન્મદિવસની શુભેચ્છા આપી

નવી દિલ્હી,તા.૧૩: દક્ષિણ ભારતની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતના કરોડો ચાહકોમાં ભારતના ભૂતપૂર્વ ઓફ્ફ સ્પિનર હરભજનસિંહનો પણ સમાવેશ થાય છે. તેણે આજે રજનીકાંતને એમના ૭૧મા જન્મદિવસે અનોખી રીતે શુભેચ્છા આપીને દરેકને આશ્ચર્યચકિત કરી દીધા.

હરભજનસિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી છે જેમાં એ તેની છાતીના ડાબા ભાગ પર રજનીકાંતનું ટેટૂ બતાવી રહ્યો છે. (કદાચ આ ટેટૂ કામચલાઉ પ્રકારનું હશે). આ તસવીર પોસ્ટ કરીને હરભજને તામિલ ભાષામાં લખ્યું છે 'તમે મારા દિલના સુપરસ્ટાર છો. તમે ૮૦ના દાયકાના બિલ્લા હતા. તમે નેવુંના દાયકાના બાદશાહ હતા. તમે 2kના અન્નાથે હતા. સિનેમાના એકમાત્ર સુપરસ્ટારને મારી જન્મદિવસની શુભેચ્છા.'

(10:08 am IST)