Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

હોકી વિશ્વકપ ;ભારતને 2-1થી હરાવી નેધરલેન્ડનો સેમીફાઇનલમાં પ્રવેશ:હવે ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો

સેમીફાઇનલમાં પહોંચવાનું ભારતનું સપનું અધુરૂ રહી ગયું

ભુવનેશ્વર: હોકી વર્લ્ડ કપમાં નેધરલેન્ડે ભારતને 2-1થી હરાવી સેમિફાઇનલમાં સ્થાન બનાવ્યું છે ત્રણ વખતના પૂર્વ ચેમ્પિયન નેધરલેન્ડે આ જીતની સાથે જ સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે સેમીફાઇનલમાં તેમનો મુકાબલો ઓસ્ટ્રેલીયાથી થશે. આ મેચ શનિવારે રમાવવાની છે.

 ભારતીય ટીમ હોકી વર્લ્ડ કપમાં છેલ્લી વાર 1975માં સેમીફાઇનલ રમી હતી. ત્યારે તેઓ ચેમ્પિયન પણ બન્યા હતા. ત્યાર બાદથી 11 વર્લ્ડ કપ રમાઇ ગયા છે. જેમાંથી ત્રણનું આયોજન ભારતે જાતે કર્યું છે. પરંતુ તેઓ ક્યારે સેમીફાઇનમાં પહોંચી શક્યા નથી આ વર્લ્ડ કપના ઇતિહાસમાં નેધરલેન્ડની ભારત પર આ સાતમી જીત છે. ભારતીય ટીમ હોકી વર્લ્ડ કપમાં નેધરલેન્ડને ક્યારે પણ હરાવી શક્યું નથી.

  વર્લ્ડ નંબર-4 નેધરલેન્ડે ગુરૂવારે (13 ડિસેમ્બર) ભારતને 2-1થી હરાવ્યું છે. ભારતે આ મેચની 12મી મિનિટમાં ગોલ કરી લીડ મળી હતી. આકાશદીપે પેનલ્ટી કોર્નર પર મળેલા રિબાઉન્ડ પર આ ગોલ કર્યો હતો. જોકે ભારત આ લીડ વધારે સમય સુધી કાયમ રાખી શક્યું ન હતું. નેધરલેન્ડના થિએરી બ્રિંકમેને 14મી મિનિટમાં ગોલ કરી પોતાની ટીમના પહેલા ક્વાર્ટરમાં જ બારબરી કરી લીધી હતી. બીજા અને ક્વાર્ટરમાં બંને ટીમો ગોલ કરી શક્યા ન હતા. ત્યાર બાદ નેધરલેન્ડ ચોથા ક્વાર્ટરની શરૂઆતમાં ગોલ કરવામાં સફળ રહી હતી.

(11:03 pm IST)